करोगे याद तो हर बात याद आयेगी...!!
गुजरते वक्त की हर मौज ठहर जयेगी...!!!
.
.
.
बरसता भिगता मौसम धुवा-धुवा होगा..!!
पिधलती समौ पे दिल का मेरे गुमा होगा.
हथेलीयो की हिना याद कुछ दिलायेगी...
हथेलीयो की हिना याद कुछ दिलायेगी......... करोगे याद तो...!!!
.
.
गलि के मोड पे सुना सा कोय दरवाजा
तरसती आंख से रस्ता किसि का देखेगा
निगाह दुर तलक जाके लौट आयेगी
निगाह दुर तलक जाके लौट आयेगी.... करोगे याद तो....!!!!"
રવિવાર, 30 મે, 2010
જાણો છો? વરસાદની આગાહી અને તેમાં વપરાતા શબ્દો
આ વિવિધતા રાજયની સાથે જિલ્લા પ્રમાણે પણ બદલાતી હોય છે. ગુજરાતના એક છેડે કચ્છમાં જૂનના અંતમાં અથવા જુલાઇના પ્રારંભે અષાઢીબીજથી થાય છે તો બીજા છેડે આવેલા ડાંગમાં વહેલો વરસાદ થાય છે. એવી જ રીતે વરસાદના પ્રમાણમાં પણ ધરખમ ફેરફાર આવે છે ડાંગની જ બાજુમાં આવેલા સોનગઢ અને વલસાડમાં ૭૦-૮૦ ઈંચ જેવો થાય છે તો કચ્છમાં માત્ર ૧૦ ઈંચ સરેરાશ વરસાદ થતો હોય છે. આ રીતે વર્ષાઋતુમાં દર વર્ષે વરસાદ આવે છે તેમ છતાં મોસમ વિભાગ વરસાદની નિયમિત આગાહી કરતું હોય છે. જેથી કૃષિપુત્રો પોતાનું આયોજન કરી શકે. કયાંય પૂર જેવી પરિસ્થિતિ માટે અગમચેતી પુરવાર થઇ શકે એ માટે પણ જરૂરી છે. આવી આગાહી માટે દેશને ૩૫ વિભાગમાં વિભાજિત કર્યો છે. ગુજરાત માટે પુનાની વેધશાળા મુખ્ય છે. આવી આગાહી ત્રણ વિભાગમાં થાય છે. ટૂંકાગાળાની, મઘ્યમગાળાની અને લાંબાગાળાની મુખ્ય છે.
સૌ પ્રથમ લાંબાગાળાની આગાહી કરવામાં આવે છે. જેમાં આખી વરસાદની ઋતુને આવરી લેવામાં આવે છે. દેશના કયા ભાગમાં કેટલા ટકા વરસાદ પડશે તેનો ચિતાર આપવામાં આવે છે. બીજી મઘ્યમ કક્ષાની આગાહી હોય છે, જેનો સમયગાળો ૩ થી ૧૫ દિવસ સુધીનો હોય છે. આપણે ત્યાં અહીં ખાસ જોવા મળે છે તે ટૂંકાગાળાની આગાહી હોય છે, જે એકથી ત્રણ દિવસ માટે અને તે કલાકમાં જણાવવામાં આવે છે. આગામી ૪૮ થી ૭૨ કલાકમાં ભારે અથવા અતિભારે વરસાદ થવાની આગાહી સામાન્ય રીતે વર્ષાઋતુ દરમિયાન વર્તમાનપત્રો, રેડિયો અને ટી.વી પર જોવા મળે છે. હવે તો ઉપગ્રહને કારણે આગાહી સચોટ બની છે.
આગાહી માટે વપરાતા વર્ણનાત્મક શબ્દોનું પણ એટલું જ મહત્વનું છે. કયારેક વપરાય છે- અતિ ભારે વરસાદ, અતિ ભારે એટલે ૧૨૫ મિ.મિ.થી વધુ ભારે વરસાદમાં ૬૫ થી ૧૨૪.૯ મિ.મિ. જેટલા વરસાદનું પ્રમાણ હોય છે. કંઈક અંશે ભારે વરસાદમાં ૩૫ થી ૬૪.૯ મિ.મિ.ના જથ્થામાં પડેલો વરસાદ હોય છે. માફકસરના વરસાદમા ૭.૬ થી ૩૪.૯નો વરસાદ, હળવા વરસાદમા ૨.૫ થી ૭.૫ મિ.મિ., અત્યંત હળવા વરસાદમા ૦.૧ થી ૨.૪ મિ.મિ.નો સમાવેશ થાય છે. જયારે જરાપણ વરસાદ નહીંમા ૦.૦ મિ.મિ.નું પ્રમાણમાપ હવામાન ખાતાએ નકકી કયુઁ છે.
ગુજરાત સરકારે આપત્તિ વ્યવસ્થાપન અંગે તૈયાર કરેલી પુસ્તિકામાં ઉલ્લેખ થયો છે તે પ્રમાણે વરસાદના વર્ગીકરણની ભાષા પણ નિર્ધારિત કરવામાં આવી છે. આ પરિભાષા એપ્રિલ-૨૦૦૧થી અમલમાં આવી છે. પહેલા એમ કહેવાતું લગભગ તમામ સ્થળ હવે કહેવાય છે - મોટા ભાગના સ્થળે કે જયાં ૭૫ ટકાથી વધારે વિસ્તાર આવરી લેવાયો હોય, બીજું છે ઘણાં બધા સ્થળે જેમાં ૫૧ ટકાથી ૭૫ ટકા વિસ્તાર કવર થયો હોય છે. ત્યારપછી કહેવાય છે અમુક જ સ્થળે જેનો વિસ્તાર છે ૨૬ થી ૫૦ ટકા અને છેલ્લે એકાદ-બે સ્થળેને કહેવાય છે છૂટો છવાયો જેમાં ૧ થી ૨૫ ટકાનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હોય છે.
વરસાદની નોંધણી તાલુકા મથકોએ વરસાદ માપક યંત્રથી કરવામાં આવે છે. એ જ પ્રકારે ડેમો ઉપર પણ વરસાદ નોંધવામાં આવે છે. કોઇપણ જળસ્ત્રાવ વિસ્તારમાં થયેલ વરસાદના આધારે પાણીની આવકની ગણતરી થાય છે. આંતર રાજકીય વિસ્તારોમાં આવી આગાહી સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા કરવામાં આવે છે. આ આગાહી સમયસર અને ચોકકસ રીતે પહોંચાડવા માટેની કામગીરી મીડિયા, મહેસુલ વિભાગ, પંચાયત, જળસંપતિ અને પાણી પુરવઠો તેમજ રાજયનું માહિતી ખાતું કરતું હોય છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)