લેબલ સાહિત્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સાહિત્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ડાયરો : લોકચેતનાનું કલારૂપ



'ડાયરો'શબ્દ કાને પડતાં જ એક ચિત્ર નજર સામે આવે..પહાડી કંઠ વાળા કલાકારો દુહા-છંદની રમઝટ બોલાવતા હોય, ખાનદાની અને ખુમારીની વાતો થતી હોય, જૂનવાણી ગીતો અને ભજનો ગવાતાં હોય..હાસ્યની છોળ ઊડતી હોય.. સામે હજારોની મેદની મોડી રાત સુધી ડોલતી હોય..ડાયરા વિશેની આ સ્થાપિત સમજણ છે.
૦
ડાયરો એટલે શું ?
મૂળ અરબી શબ્દ 'દાઇરા' માંથી 'ડાયરો' શબ્દ ઊતર્યો છે. દાઇર:>દાઈરા> દાયરો>ડાયરો. દાઇરા એટલે વર્તુળ, પરિઘ, મંડળ, કુંડાળે વળીને બેસવું. હદ કે મર્યાદાના અર્થમાં પણ 'દાયરા' શબ્દ પ્રયોજાય છે. આરબો અસલથી જ વાતડાહ્યા. રણની ઠંડી રાતે તાપણું કરી, ફરતાં બેસી અલકમલકની વાતો કરતા.( આપણી ગજરા મારુ, સદેવંત-સાવળીંગા, ચંદન-મલયાગીરી જેવી કથાઓની જેમ જ 'અરેબિયન નાઇટ્સ'ની સમૃદ્ધ કથાપરંપરા આરબો પાસે છે જ ને !)
આરબો સાથેના વ્યાપારી સંપર્કના લીધે આ શબ્દ આપણે ત્યાં આવ્યો.
કાઠિયાવાડમાં ચૉરે કે ડેલીએ ડાયરો ભરાતો. ડહાપણની વાતો ને ગામગપાટા થાય. કોઈ ચારણ- બારોટ કે કોઈ પ્રવાસી આવી ચડે તો સાહિત્ય, આનંદ અને જ્ઞાનની વાતો થાય. લગ્ન પ્રસંગે વિવાહવિધિ પૂર્ણ થયા બાદ સગાં-સ્નેહીઓનો ડાયરો ભરાય. કહુંબા થાય. રાજપૂત, કાઠી, ચારણ, બારોટ, આહિર, મેર, કારડિયા જેવી જ્ઞાતિઓમાં હજી પણ આ ડાયરો ભરવાની પરંપરા છે.
'ડાયરો' શીર્ષકથી લોકસાહિત્યના જાહેર-કાર્યક્રમો તો છેલ્લા ૬૦-૭૦ વર્ષથી જ શરુ થયા છે.
લોકસંગીત તો વેદકાળથી પણ જૂનું છે. ગીતો-વાતો તો નિજાનંદ માટે જ હતાં અને સહજ સર્જાતાં.
લોકસાહિત્યના કાર્યક્રમોમાં કલાકારો દ્વારા પીરસાતું લોકસંગીત તો એનું આધુનિક રૂપ છે.આજકાલ ડાયરાની ગુણવત્તાની સ્થિતિ ચિંતાજનક છે. અપવાદરૂપ કલાકારોને બાદ કરતાં મોટા ભાગના કલાકારોને મૂળ સ્વરો કે ઢાળની ખબર કે પરવા નથી હોતી . લોકસંગીતના નામે ભળતી જ અને વિકૃત સામગ્રીનું પ્રમાણ વધ્યું છે.
ધૂળમાં રગદોળાતાં લોકગીતોને ઝવેરચંદ મેઘાણીએ પારસનો સ્પર્શ આપ્યો અને સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય સોનાની જેમ ચળકી ઊઠયું. મેઘાણીના સમયકાળમાં જ રણજિતરામ વાવાભાઇ, ગોકુલદાસ રાયચુરા અને કેટલાક પારસી વિદ્વાનોએ પાયાનું કામ કરેલું.
જયમલ પરમાર, પુષ્કર ચંદરવાકર, જોરાવરસિંહ જાદવ, પ્રભાશંકર તેરૈયા, કનુભાઈ જાની, નરોત્તમ પલાણ,હસુ યાજ્ઞિક,બળવંત જાની,લાભશંકર પુરોહિત, નિરંજન રાજ્યગુરુ જેવા વિદ્વાનોનું લોકસાહિત્યના સંશોધન અને સંપાદન ક્ષેત્રે અમુલ્ય પ્રદાન છે. સંશોધન-સંપાદનમાં જે શિસ્ત અને ધોરણો હોય છે, એવી ચોકસાઈ ડાયરાના ક્ષેત્રમાં તો ન જ હોય કારણકે એકમાં અભ્યાસ છે, બીજામાં વ્યવસાય.
૦
ઝવેરચંદ મેઘાણી, કવિશ્રી દુલા કાગ અને મેરૂભા ગઢવી લોકસંગીતના પ્રારંભિક ગાયકો ગણાય.
જાહેર મંચ પરથી વ્યાવસાયિક ડાયરાના પ્રથમ પેઢીના કલાકારો હતા પોરબંદરના કનુભાઈ બારોટ (કનું હંસ ), અભરામ ભગત અને દુલા ભગત (મુંબઈ)
લોકગીતોમાં હેમુ ગઢવીએ, ભજનમાં કનુભાઈએ અને લોકવાર્તામાં કાનજી ભુટા બારોટ તેમ જ બચુભાઇ ગઢવીએ પહેલવહેલા કેડા પાડ્યા.એ કેડા આજે રાજમાર્ગ બની ગયા છે. પરંપરાગત ભજનવાણીમાં આગવા ઢંગના ઉમેરણ કરીને પૂ. નારાયણસ્વામીએ અનુગામીઓ માટે ગાયકીની સમૃધ્ધ સંભાવનાઓ સર્જી આપી છે.
ડાયરાની ધમધમતી પ્રવૃતિના મૂળમાં તો ઝવેરચંદ મેઘાણીની મૂડી જ છે.
૦
'ડાયરો' શીર્ષકથી વ્યાવસાયિક કાર્યક્રમોની શરૂઆત મુંબઈમાં થયેલી. પ્રથમ આયોજન મનુભાઈ ગઢવીએ કરેલું. મનુભાઈએ મુંબઈમાં ડાયરાની પ્રતિષ્ઠા સ્થાપિત કરેલી. મુંબઈમાં વસતા ગુજરાતીઓને ડાયરાનું આકર્ષણ રહેતું. કનુભાઈ બારોટ,હેમુગઢવી, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ જેવા કલાકારો ઘણા લોકપ્રિય હતા.ડાયરાના સુવર્ણકાળમાં બિનવ્યવસાયી કલાકારો વેલજીભાઈ ગજ્જર અને વાર્તાકાર દરબાર પુંજા વાળા પણ ખૂબ લોકપ્રિય હતા.
નખત્રાણા-કચ્છના સ્વ.કરણીદાન ગઢવીએ ડાયરાના ઘણાં આયોજનો કરેલાં. વિદ્વાન સાહિત્યકાર જીતુદાન ગઢવીએ ગુજરાતમાં સત્વશીલ ડાયરાનાં માતબર આયોજનો કરેલાં. જોરાવરસિંહ જાદવના સાંસ્કૃતિક આયોજનોમાં લોકસાહિત્યનું ઊંચું ધોરણ જળવાતું. અમદાવાદમાં 'સૂરધારા'સંસ્થાએ 'ડાયરા'ની પ્રવૃતિને ધમધમતી રાખેલી.
દિવાળીબેન ભીલનો આધુનિકતાના સ્પર્શ વગરનો અસલ રણકો, લાખાભાઇ ગઢવીની કહેણી અને કંઠની બુલંદી અને નાનજીભાઇ મીસ્ત્રીએ વિદેશી વાદ્ય ગણાય એવા વાયોલીનમાંથી નિપજાવેલો દેશી રાવણહથ્થાનો બાજ - ડાયરાના ચલણી સ્વરૂપની આ હતી ઘાટી રેખા...
૦૦૦
ડાયરાની સામગ્રીનાં મૂળ :
૦
લોકગીત
અજવાળી રાતે કે તહેવારોમાં શેરી કે ચોકમાં સ્ત્રીઓ રાસડે રમતી. ગીત અને નૃત્યથી તન-મનનો થાક ઓગળી જતો.સંસારના સુખ-દુઃખની વાતો ગીતોમાં ઉતરતી...મસ્તીનો હિલ્લોળ ચડાવતાં ગીતો હોય કે આંસુથી ભીંજાયેલાં વેદનાનાં ગીતો હોય..સ્ત્રીઓએ અંતર નીચોવીને ગાયાં છે...હાલરડાથી મરશિયા સુધીના ગીતોનો મબલખ ફાલ નારીના કુમળા હૈયાની નીપજ છે.જેને આપણે 'લોકગીત' કહીએ છીએ એ કોઈ વ્યક્તિ નહિ, 'લોક'નું સર્જન છે...સ્ત્રીઓનું સર્જન છે.આવાં લોકગીતો ડાયરાના મંચ પરથી નાટકીય ઢબે ગવાતાં થયાં. મૂળ ઢંગ-ઢાળની ખેવના બહુ ઓછા કલાકારોએ રાખી.
૦૦
ભજન
સંત કવિઓએ રચેલી જ્ઞાન, ભક્તિ, વેરાગ, પ્રેમ, ઉપદેશ અને પૌરાણિક કથાનકો વાળી સરળ-સહજ વાણી ગામડે ગામડે ગવાતી. રાતના પહેલા પહોરે ગામના ચૉરે કે ઠાકરમંદિરે ભજનની જમાવટ થતી..જેમાં નિજાનંદ અને ભક્તિભાવનું તત્વ હતું. મરણ પ્રસંગે પણ જે તે ઘરની ઓસરીમાં ભજન ગવાતાં.ભજન ક્યારેય મનોરંજનનું સાધન નહોતું. પરંપરાગત ભજનવાણી મંચ પરથી રજૂ થવાથી એમાં થોડી રંગીલી ગાયકીનું ઉમેરણ થયું.વાજિંત્રોની વધુ પડતી ધમાલમાં શબ્દનો મહિમા ઘસાતો ગયો.
૦૦૦
લોકવાર્તા
કોઈ ગામ હોય, નેસ હોય, ટીંબો હોય કે ગઢ-કિલ્લો...એની માટીમાં કોઈ ને કોઈ વાર્તા ધરબાયેલી પડી હોય છે. પ્રેમ, શૌર્ય, ભક્તિ, ખાનદાની, ખુમારી, દાતારી, સમર્પણ કે સેવાની વાર્તાઓ તો સમાજના સંસ્કાર અને પરંપરાના દસ્તાવેજ છે. આવી ' લોકકથાઓ' આપણો મહામૂલો વારસો છે..
૦૦૦૦
કહેણી
લોકવાર્તાને વિસ્તાર જોઇએ. લોકજીવનના ટૂંકાટૂંકા પ્રસંગો, લોકસાહિત્યની માર્મિક વાતો, હાસ્યરસની સંસ્કારી વાતો અને થોડી ગાયકી સાથેની સાત્વિક અને મનોરંજક શૈલીથી રજૂઆત કરવામાં માહેર એવા 'કહેણીકારો'- લોકસાહિત્યકારોની એક આગવી પ્રતિષ્ઠા ઊભી થઈ.
૦
આવાં લોકગીતો, ભજનો, લોકકથાઓ, કહેણી ,પરંપરાગત ચારણ-બારોટ કવિઓ રચિત દુહા-છંદ ઉપરાંત મેઘાણી, દુલા કાગ ,કવિ દાદ અને તખતદાન રોહડિયા ( દાન અલગારી)ની રચનાઓથી ડાયરાનું એક ચુસ્ત સ્વરૂપ બંધાયું. રજૂઆતમાં શૌર્ય,કરૂણ, શૃંગાર, ભક્તિ અને હાસ્યનું પ્રમાણ જળવાતું. પરંપરાગત સાહિત્ય અને સંગીતનું આવું -ડાયરા જેવું સ્વરૂપ ગુજરાત સિવાય અન્ય કોઈ પ્રદેશમાં હોય એવું મારી જાણમાં નથી.
ભજન,લોકગીત,દુહાછંદ,લોકસાહિત્યની વાતો અને ગઝલ-કવ્વાલીના મિશ્રણ વાળું જનમનરંજક 'સ્વરૂપ' કે 'માળખું' (Format) કનુભાઈ બારોટના વખતથી જ શરુ થયેલું.અત્યારે પણ એ જ રૂઢી ચાલે છે. અલબત્ત; વસ્તુ, રજૂઆતની શૈલી અને સ્તરમાં પરિવર્તન આવ્યું છે.થોડું સારું, થોડું નરસું....
લોકસંગીતના કાર્યક્રમોની રજૂઆત અને વસ્તુમાં શુધ્ધિ અને ગુણવત્તા જળવાઇ રહે એ માટે તમામ વ્યવસાયી કલાકારો એકત્રિત થાય, ચર્ચા- વિચારણા કરે એવા ઉદ્દેશથી શ્રી જયમલ પરમાર અને રતુભાઇ અદાણીએ 'લોકસાહિત્ય પરિવાર'ની સ્થાપના કરેલી. હું પણ આ પરિવારનો સભ્ય હતો. દર ત્રણ મહિને કોઇ એક કલાકારના યજમાનપદે પરિવારનું મિલન યોજાતું. ડાયરાની પ્રવૃતિના સંવર્ધન અને શિસ્તના સંદર્ભમાં આ પહેલો અને છેલ્લો સફળ પ્રયત્ન હતો.
સમજણ, અભ્યાસ કે પરંપરાની મૂડી વિનાના કલાકારોના કારણે ડાયરાના સ્વરૂપમાં અનુચિત બદલાવ આવ્યો છે..પણ ડાયરાની લોકપ્રિયતા તો વધતી જ રહી છે.
અન્ય કાર્યક્રમો સાથે સરખામણી તો ન જ કરીએ, પણ.. સરેરાશ ગુજરાતીને લોકસાહિત્યનો કાર્યક્રમ વધુ પોતીકો લાગે છે. કારણકે એ લોકહૈયાનાં નિજી સંવેદનોની નિપજ છે. એનું પોત પારિવારિક છે. એ ચિરપરિચિત પોતમાં પ્રેમ, ભક્તિ, ત્યાગ, સમર્પણ, શૌર્ય, ખાનદાની અને ખુમારીની બહુરંગી ભાત ઉપસેલી હોય છે,અને એ દરેકને સ્પર્શે છે. ભણેલ હોય કે અભણ, શહેર હોય કે ગામડું,દેશ હોય કે પરદેશ, સ્ત્રી હોય કે પુરુષ- લોકસંગીત દરેકને પ્રિય લાગે. રબારિકા હોય કે અમેરિકા, લખતર હોય કે લંડન, કોટડા હોય કે કેનેડા , અંજાર હોય કે આફ્રિકા- ડાયરો બધે જામે.સભાગૃહ હોય કે વિશાળ સમથળ મેદાન, હજારો-લાખોની મેદનીને રાતભર ડોલાવી શકે એવી ક્ષમતા લોકસંગીતમાં છે..આ તાકાત છે 'લોકો'ના ઘૂંટાયેલા સંવેદનોના પ્રાકૃતિક પ્રવાહની, સહજ પરંપરાની...
( લે : Arvind Barot )

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2026

 

प्रसंग है एक नवयुवती छज्जे पर बैठी है, वह उदास है, उसकी मुख मुद्रा देखकर लग रहा है कि जैसे वह छत से कूदकर आत्महत्या करने वाली है। 

विभिन्न कवियों से अगर इस पर लिखने को कहा जाता तो वो कैसे लिखते :

 

गुलजार...

वो बरसों पुरानी ईमारत 

शायद 

आज कुछ गुफ्तगू करना चाहती थी 

कई सदियों से उसकी छत से 

कोई कूदा नहीं था. 

और आज 

उस तंग हालात 

परेशां

स्याह आँखों वाली 

उस 

लड़की ने 

ईमारत के सफ़े 

जैसे खोल ही दिए

आज फिर कुछ बात होगी 

सुना है ईमारत खुश बहुत है...

 

हरिवंश राय बच्चन...      

किस उलझन से क्षुब्ध आज 

निश्चय यह तुमने कर डाला

घर चौखट को छोड़ त्याग

चड़ बैढीं तुम चौथा माला

अभी समय है, जीवन सुरभित

पान करो इस का बाला

ऐसे कूद के मरने पर तो

नहीं मिलेगी मधुशाला

 

प्रसून जोशी ... 

जिंदगी की तोड़ कर 

मरोड़ कर 

गुल्लकों को फोड़ कर 

क्या हुआ जो जा रही हो 

सोहबतों को छोड़ कर

 

हन्नी सिंह.... 

कूद जा डार्लिंग क्या रखा है 

जिंजर चाय बनाने में 

यो यो की तो सीडी बज री 

डिस्को में हरयाणे में

रोना धोना बंद!

तू कर ले डांस हनी के गाने में 

रॉक एंड रोल करेंगे कुड़िये 

फार्म हाउस के तहखाने में !!

 

रहीम...

रहिमन कभउँ न फांदिये छत ऊपर दीवार 

हल छूटे जो जन गिरें फूटै और कपार

 

तुलसी...

छत चढ़ नारी उदासी कोप व्रत धारी 

कूद ना जा री दुखारी 

सैन्य समेत अबहिन आवत होइहैं रघुरारी

 

कबीर....

 कबीरा देखि दुःख आपने कूदिंह छत से नार 

तापे संकट ना कटे , खुले नरक का द्वार''

 

मैथिली शरण गुप्त....

अट्टालिका पर एक रमिणी अनमनी सी है अहो 

किस वेदना के भार से संतप्त हो देवी कहो? 

धीरज धरो संसार में, किसके नही है दुर्दिन फिरे

हे राम! रक्षा कीजिए, अबला न भूतल पर गिरे।

 

काका हाथरसी......

गोरी बैठी छत पर, कूदन को तैयार 

नीचे पक्का फर्श है, भली करे करतार 

भली करे करतार,न दे दे कोई धक्का 

ऊपर मोटी नार, नीचे पतरे कक्का 

कह काका कविराय, अरी मत आगे बढना 

उधर कूदना मेरे ऊपर मत गिर पडना।

 

श्याम नारायण पांडे.....

ओ घमंड मंडिनी, अखंड खंड मंडिनी 

वीरता विमंडिनी, प्रचंड चंड चंडिनी 

सिंहनी की ठान से, आन बान शान से 

मान से, गुमान से, तुम गिरो मकान से 

तुम डगर डगर गिरो, तुम नगर नगर गिरो

तुम गिरो अगर गिरो, शत्रु पर मगर गिरो।

 

गोपाल दास नीरज.....

हो न उदास रूपसी, तू मुस्काती जा

मौत में भी जिन्दगी के कुछ फूल खिलाती जा

जाना तो हर एक को है, एक दिन जहान से

जाते जाते मेरा, एक गीत गुनगुनाती जा

 

राम कुमार वर्मा.....

हे सुन्दरी तुम मृत्यु की यूँ बॉट मत जोहो।

जानता हूँ इस जगत का

खो चुकि हो चाव अब तुम

और चढ़ के छत पे भरसक

खा चुकि हो ताव अब तुम

उसके उर के भार को समझो।

जीवन के उपहार को तुम ज़ाया ना खोहो,

हे सुन्दरी तुम मृत्यु की यूँ बाँट मत जोहो।

 

(Courtesy: Chitar Odharia)

 

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2026

કૃષ્ણ ભૂતકાળ નથી, કૃષ્ણ વર્તમાનની આવશ્યકતા છે

 
કૃષ્ણ એટલે માત્ર એક ઐતિહાસિક વ્યક્તિત્વ કે આરાધ્ય ઈશ્વર નહીં, પણ જીવનની સમગ્રતાને પામવાનું એક શાશ્વત દર્શન. ગોકુળની ગલીઓમાં માખણ ચોરતા નિર્દોષ બાળકની સહજતાથી લઈને કુરુક્ષેત્રના વિષાદયોગને ‘ગીતા’ના અમૃતમાં ફેરવી દેનાર અર્જુનના સારથિ સુધીનો પ્રવાસ એટલે શ્રીકૃષ્ણ.

કૃષ્ણ સંબંધોની પરિભાષા છે. સુદામાના તાંદુલમાં જે સ્નેહ છલકાયો એ કૃષ્ણનું સખા સ્વરૂપ છે; જ્યાં દરિદ્રતા અને સમૃદ્ધિ વચ્ચેનો ભેદ ક્ષણભરમાં ઓગળી જાય છે. ભરી સભામાં જ્યારે માનવતા અને સંવેદનાઓ પરાસ્ત થઈ ગઈ, ત્યારે અસહાય દ્રૌપદીના સન્માનની રક્ષા કાજે અક્ષય વસ્ત્ર બની જવું—એ કૃષ્ણના રક્ષક સ્વરૂપની પરાકાષ્ઠા છે. તેઓ રાધાનો અનુરાગ પણ છે અને રુક્મિણીનું ગૌરવ પણ; ગોપીઓનો વિરહ પણ છે અને સમગ્ર જગતનો વિરાટ પ્રેમ પણ.
પરંતુ આ બધાની પેલે પાર, કૃષ્ણ સંસારના આદ્ય અને સર્વોચ્ચ મેનેજમેન્ટ ગુરુ છે.
મહાભારતના રણમેદાનમાં શસ્ત્ર ઉઠાવ્યા વિના માત્ર વ્યૂહરચના અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનથી આખા યુદ્ધનું પરિણામ બદલી નાખવું—એ ક્રાઈસિસ મેનેજમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સંસાધનોની સીમિતતા વચ્ચે પણ અક્ષૌહિણી સેનાને બદલે માત્ર એક નિઃશસ્ત્ર કૃષ્ણને પસંદ કરવો, એ નેતૃત્વની શક્તિનું પ્રતીક છે. કૃષ્ણ આપણને શીખવે છે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ હોઠ પરનું સ્મિત અને મનની સ્થિરતા કેમ ન ગુમાવવી. તેમનો ‘કર્મણ્યેવાધિકારસ્તે’નો સિદ્ધાંત પરિણામના ભારથી મુક્ત થઈને પ્રક્રિયામાં સર્વશ્રેષ્ઠ આપવાની વૈશ્વિક વ્યવસાયિક ફિલોસોફી છે.
આજના અસ્થિર, દંભી અને મહત્ત્વાકાંક્ષી યુગમાં કૃષ્ણના વિચારોની પ્રાસંગિકતા પહેલાં કરતાંય વધુ અનિવાર્ય બની છે:
જ્યારે કાયદાના ચોકઠા ન્યાય આપવામાં વામણા પુરવાર થાય, ત્યારે સત્ય અને ન્યાયની સ્થાપના માટે રૂઢિચુસ્ત નિયમો તોડવાની સાહસિક વિવેકબુદ્ધિ કૃષ્ણ પાસેથી શીખવા જેવી છે.
કાલિય નાગ ફેણ પર નૃત્ય કરવાની નિર્ભયતા અને વિષાદમાં ડૂબેલા અર્જુનને કર્તવ્ય તરફ વાળવાની ક્ષમતા—આ બંને વર્તમાન સમયના માનસિક તણાવમાંથી મુક્ત થવાની ઉત્તમ ઔષધિ છે.
પરિણામની અપેક્ષા વગર માત્ર ઉત્કૃષ્ટ કર્મ કરવું, એ આજના ‘બર્નઆઉટ’થી પીડાતા સમાજ માટે સૌથી મોટો ઉપચાર છે.
કૃષ્ણ ભૂતકાળ નથી, કૃષ્ણ વર્તમાનની આવશ્યકતા છે. આપણા ભીતરના અર્જુનને જગાડવા માટે આજે પણ એક અંતઃસ્થ કૃષ્ણના માર્ગદર્શનની જરૂર છે.
જન્માષ્ટમીના આ પાવન પર્વે, આવો આપણે કૃષ્ણને માત્ર પૂજાના સિંહાસને બેસાડવાને બદલે, તેમના ચિંતનને આપણા જીવન અને કર્મોમાં ઉતારીએ.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ! 🪶🦚

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2026

આખા સમાજને અર્પણ - મૃગાંક શાહની આ રચના

 મૃગાંક શાહની આ રચના આખા સમાજને અર્પણ કરું છું......

•••
જો
તું
મારી સાથે
લગ્ન
નહીં કરે,
તો,
હું
સાધુ
થઇ
જઈશ,
એવું
કહેનાર સાથે,
લગ્ન કરીને,
એ
સ્ત્રીએ,
આખા
.
.
.
સમાજને
બચાવી લીધો !!!
- મૃગાંક શાહ

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2026

ખુમારી અને ફિલસૂફીનો શાશ્વત રણકો: જલન માતરી

"શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.."
પરંપરાગત અંધશ્રદ્ધા પર કટાક્ષ કરતો આ એક જ શેર ગુજરાતી ગઝલની સાત દાયકા સુધી સાધના કરનાર શાયરની ઓળખ માટે પૂરતો છે.
ગુજરાતી ગઝલના ઈતિહાસમાં જ્યારે ખુમારી, બેબાક વાણી અને જીવનની આકરી વાસ્તવિકતાની વાત આવે ત્યારે 'મરીઝ' પછી જે નામ સૌથી સહજતાથી જીભે ચડે છે તે છે — જલન માતરી.
૧ સપ્ટેમ્બર ૧૯૩૪ના રોજ ખેડા જિલ્લાના માતર ગામમાં જન્મેલા જલાલુદ્દીન સઆદુદ્દીન અલવી એટલે સાહિત્ય જગતના 'જલન માતરી'. એમણે ગામના નામને પોતાના તખલ્લુસ સાથે એ રીતે જોડી દીધું કે આજે માતર ગામની ઓળખ જલન સાહેબથી ઉજળી બની ગઈ છે.
મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) માં નોકરી સ્વીકારી. ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી દરમિયાન સામાન્ય માનવીની વેદના અને જીવનની કડવાશને તેમણે ખૂબ નજીકથી જોઈ, જે તેમની ગઝલોમાં તેજાબી શબ્દો બનીને ઉતરી આવી. એક અદના સરકારી કર્મચારી તરીકે જીવતા આ શાયરની અંદર શબ્દોનો અખૂટ મહાસાગર ઘૂઘવતો હતો અને એટલે જ જલન માતરીની ગઝલો કોઈ કૃત્રિમ શબ્દાળુતા કે અલંકારોની મોહતાજ નહોતી. તેમની શૈલી ધારદાર, સીધી અને સોંસરવી ઉતરી જાય તેવી રહી.
જગતના સ્વાર્થ અને સંઘર્ષને ઉજાગર કરતો તેમનો આ શેર પણ અમર થઈ ગયો:
"હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચી પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે."
તેમના શેર મુશાયરાઓમાં માત્ર તાળીઓ મેળવવા માટે નહીં, પરંતુ શ્રોતાને વિચારતા કરી મૂકવા માટે ગૂંજતા હતા.
જલન સાહેબના ગઝલસંગ્રહો જલન, શુકન , તપિશ ગુજરાતી ગઝલસાહિત્યના સીમાચિહ્ન સમાન છે. તેમનું ગદ્યલેખન પણ એટલું જ ધારદાર હતું. આત્મકથા 'ઊઘડી આંખ બપોરે રણમાં' તેમના સંઘર્ષ, સાહિત્યિક સફર અને નિખાલસ વ્યક્તિત્વનો અરીસો છે.
ગુજરાતી સાહિત્યમાં તેમના આજીવન પ્રદાન બદલ ગુજરાત સરકારનો સર્વોચ્ચ વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા કલાપી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
જલન માતરી એવા શાયર હતા જેમણે ગઝલને મહેફિલોના રોમાન્સમાંથી બહાર કાઢીને લોકસંપર્ક, વિચાર અને ખુમારીની ભાષા બનાવી. આજે તેમની જન્મજયંતિએ ગુજરાતી કાવ્યજગતમાં તેમણે કંડારેલા શબ્દોના પંથને પ્રણામ.
ચૂંટેલા શેર
**
એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું?
સોમાંથી – એંશી આજે ગઝલકાર હોય છે.
…
નીતિને એ ગરીબોની મારી સલામ છે,
એક જ છે ભાવ એમનો, મોંઘા થતા નથી.
…
સંપૂર્ણ રીતે હોય જે આ જગ મહીં સુખી,
એવો તો એક પણ નથી જન મારી જાણમાં.
…
હ્રદયમાં જ ઘૂમરાઈ પીડે મને
જે આંસુઓ આંખોથી ખરતાં નથી.
…
એક જ ધરમને ધરતી પર સ્થાપિત કરી શકે,
એવો ખુદા તો ક્યાંથી ‘જલન’ શોધી લાવીએ?
…
અસલિયત હવે રહી છે કોના મહીં,
કહ્યું કોણે ગાજ્યા વરસતા નથી.
…
દિલને ભીનું રાખવા કાજ,
વહેવા ન દે, અશ્રુ ખાળ.
…
સૂતેલો ઉપાડી લઈ આવ્યા, સૌ દોસ્તો ભીની આંખોએ.
આવી ન શક્યો ખુદ્દાર ‘જલન’, જો નીજના મઝારે ચાલીને.
…
રાહ જોઈને નદી સુકાઈ ગઈ,
એને મન મળવાને સાગર આવશે.
…
ચલણ એનું નથી બિલકુલ ગગન પર એટલા માટે,
અહીંનું અહીંયાં છોડી દઈને ધન અહીંથી જતા રહીશું,
…
પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને?
શું જોઈએ છે તારે હાજર થઈને કે’ને?
…
અહીંયાં ડગલે પગલે ઠોકરો વાગે છે કબ્રોની,
‘જલન’ ક્યાં જઈને આ અરમાનની લાશોને દફનાવું?
…
હશે તો ઊઠી દોડવા માંડશે,
તું પ્રારબ્ધને લાત મારી તો જો.
…
એટલે ઝગમગે છે આ જીવન ‘જલન’
જે મળી ધોઈને હું વ્યથા પી ગયો.
…
દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
…
ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?
…
ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવાં,
જાણે કે એને પકડીને હું પી જનાર છું.
…
અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું,
કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા.
…
તને પણ રહેતે કયામતની ભીતિ,
અને રાત-દિવસ ફિકર બંદગીની,
એ સારું જ છે કે ખુદા તારા માથે
નથી મારા ઈશ્વર સમો કોઈ ઈશ્વર.
– જલન માતરી (1934-2018)
‘તપિશ’ માંથી