લેબલ રમત જગત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રમત જગત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

મિત્રતાનું અનોખું ઉદાહરણ : સિ-બ્રોન્ઝ મેડલ

1936ની બર્લિન ઓલિમ્પિક ગેમ્સનો પ્રસંગ છે. પોલ વૉલ્ટ (વાંસ કુદ) ઇવેન્ટમાં પાંચ સ્પર્ધકો ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા. અર્લ મીડોઝે રેકોર્ડબ્રેક 4.35 મીટર કૂદકો માર્યો જે અન્ય કોઈ સ્પર્ધકો કરી શક્યા નહીં. ગોલ્ડ મેડલ એના ફાળે ગયો.

બાકીના ચારમાંથી માત્ર બે સ્પર્ધકો 4.25મી. ક્લિયર કરવામાં સફળ થયા. એ બંને જાપાનના હતા, શુઇ નિશિદા અને સુએઓ ઓ. બંને જાપાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સારા મિત્રો હતા.

પાક્કી ભાઇબંધીને કારણે તેઓ એકબીજા સામે સ્પર્ધા કરવા માંગતા ન હતા. એમણે વિનંતી કરી કે, બંનેને સિલ્વર મેડલ આપી શકાય? ઓલિમ્પિક અધિકારીઓએ નિયમો ટાંકીને ઇનકાર કર્યો કે, માત્ર એક જ વ્યક્તિ સિલ્વર જીતી શકે છે અને બીજાએ બ્રોન્ઝ સ્વીકારવો પડે. છેવટે નક્કી થયું કે, શુઇ નિશિદા સિલ્વર મેડલ જીતશે કારણ કે તેણે ઓછા પ્રયત્નોમાં 4.25 મીટરનું લક્ષ્ય પાર કર્યું હતું. બંને મિત્રો અસંતુષ્ટ હતા પરંતુ અનિચ્છાએ આ નિર્ણય સ્વીકાર્યો.
જાપાન પરત ફર્યા પછી, એમણે પહેલું કામ એ કર્યું કે, એક લુહાર પાસે જઈને પોતપોતાના ચંદ્રકોને અડધા ભાગમાં કપાવ્યા અને તેમને એક બીજા સાથે જોડાવી દીધા.
આ રીતે બંને મેડલમાં અડધું સિલ્વર અને અડધું બ્રોન્ઝ રહ્યું અને બંને મેડલ સાવ અલગ એવી સિ - બ્રોન્ઝ ધાતુના બની ગયા.
દોસ્તીને મૂર્ત સ્વરૂપ આપનાર આ મેડલ્સ ઓલિમ્પિકના ઇતિહાસમાં 'મેડલ્સ ઓફ ફ્રેન્ડશીપ' તરીકે પણ ઓળખાય છે.

સોમવાર, 10 ઑગસ્ટ, 2026

લાખેણી બકરી

 





અમેરિકાની એક જીમનાસ્ટ છે, નામ એનું સિમોન બાઈલ્સ. ઓલિમ્પિક્સમાં મેડલ જીતવા એને માટે રમત વાત છે. અત્યાર સુધીમાં એ નવ વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે. કુલ સાત ગોલ્ડ સહિત 11 ઓલિમ્પિક મેડલ્સ અને 30 વર્લ્ડ ચેમ્પિયનશિપ એના ખાતે બોલે છે.
પેરિસ ઓલિમ્પિક્સમાં પણ ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ એ મેળવી ચૂકી છે.

આ બેનને ખેલપ્રેમીઓ 𝑮𝒓𝒆𝒂𝒕𝒆𝒔𝒕 𝑶𝒇 𝑨𝒍𝒍 𝑻𝒊𝒎𝒆 એટલે કે 𝐆𝐎𝐀𝐓 (બકરી)તરીકે ઓળખે છે અને સિમોનને એનું આ હુલામણું નામ ગમે પણ છે.


સીમોને જ્યારે પેરિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે બીજા ખેલાડીઓની જેમ મેડલ બતાવીને ફોટો પડાવવા ને બદલે પોતાના ગળામાં પહેરેલ બકરી (𝐆𝐎𝐀𝐓)ના પેન્ડન્ટવાળો નેકલેસ પ્રદર્શિત કરીને ફોટો પડાવ્યો હતો અને પ્રેક્ષકોનુ સન્માન ઝીલ્યું હતું.

લાખોની કિંમતની આ બકરી 564 હીરા જડિત છે. કેલિફોર્નિયાના ઝવેરી જેનેટ હેલરે પોતાની ટીમ સાથે ત્રણ મહિનાની મહેનત કરીને પૂરેપૂરી હાથ બનાવટથી ચળકતા વ્હાઈટ ગોલ્ડમાં આ બકરી બનાવી છે. આ GOAT ની કિંમત 'માત્ર' 63740 યુએસ ડોલર છે.

બાઈલ્સ કહે છે, "Hard days are the best because that's when champions are made."

શનિવાર, 8 ઑગસ્ટ, 2026

જથ્થાબંધ મેડલનો જીતનારો



અમેરિકન સ્વિમર માર્ક એન્ડ્રુ સ્પિટ્ઝ ઓલિમ્પિક ગેમ્સનો જાણે જથ્થાબંધ ચંદ્રક વિજેતા હતો.

મ્યુનિકમાં 1972 સમર ઓલિમ્પિકમાં તે સૌથી સફળ રમતવીર હતો , તેણે એકી સાથે સાત સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા અને એ પણ બધી જ સ્પર્ધાઓ વિશ્વ-વિક્રમ સમયમાં પૂરી કરીને ! આ તરવૈયો નવ વખતનો ઓલિમ્પિક ચેમ્પિયન છે.
તેણે બનાવેલો સાત ગોલ્ડ મેડલનો રેકોર્ડ છેક 36 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો. પછી બીજા એક અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સએ બેઇજિંગની 2008 સમર ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ જીતીને એ રેકોર્ડ તોડ્યો હતો.

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2026

ઓલિમ્પિક ગેમ્સના વિજેતા રમતવીરોના પ્રતિકાત્મક ફોટાની વિચિત્ર પ્રથા

 


પોડિયમ પર ઊભા રહીને વિજેતા રમતવીરો તેમના મેડલને મોં માં નાખીને જાણે બટકું ભરતા હોય તેવા ફોટોગ્રાફ ઓલિમ્પિક ગેમ્સના સૌથી પ્રતિકાત્મક ફોટા છે. આ વિચિત્ર પ્રથા પાછળનું કારણ શું હશે?


ઈતિહાસ કહે છે કે, શરૂઆતના દિવસોમાં જ્યારે કિંમતી ધાતુનો ચલણના સ્વરૂપ તરીકે ઉપયોગ થતો હતો ત્યારે વેપારીઓ તેની અધિકૃતતા ચકાસવા માટે સોનાના સિક્કા ઘસીને તેની ખરાઈ કરતા હતા. સોનું એ એક નરમ ધાતુ છે જે સહેજ દબાવતાં જ દબાઈ જાય છે અને જ્યારે ઘસારો આપવામાં આવે ત્યારે તેનાં નિશાન છોડે છે.

જો કે, ઓલિમ્પિક ચેમ્પિયન જ્યારે તેમના મોંમાં ધાતુના ચંદ્રકો સાથે ફોટા માટે પોઝ આપે છે ત્યારે તેઓ તેમના ચંદ્રકોની શુદ્ધતા માટે તપાસ કરતા નથી. વળી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ 1912 માં શુદ્ધ સુવર્ણ ચંદ્રકો આપવાનું બંધ કર્યું હોવાથી તેની ચોકસાઈ માપવાની જરુર જ નથી.

તો પછી શા માટે ઓલિમ્પિક વિજેતાઓ હજી પણ તેમના મેડલને દાંત મારે છે?

એનું કારણ એ છે કે, ફોટોગ્રાફરો તેમને આવું કરવા કહે છે.


ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓલિમ્પિક હિસ્ટોરીઅન્સના પ્રમુખ ડેવિડ વાલેચિન્સકીના જણાવ્યા મુજબ , "ફોટોગ્રાફરો માટે આ એક વળગણ બની ગયું છે, કેમેરામેન એવું માને છે કે, આવો ફોટો બીજા દિવસની ફ્રન્ટપેજ સ્ટોરી બની શકે છે અને તેથી એથ્લેટ્સને આમ કરવા તેઓ વિનંતી કરે છે, બાકી મને નથી લાગતું કે એથલેટ્સ પોતાની જાતે આવું કરતા હોય.”
એક રમૂજી ઘટનામાં 2010ના વિન્ટર ઓલિમ્પિકમાં સિલ્વર જીતનાર જર્મન લ્યુગર ડેવિડ મોએલરે આ પ્રખ્યાત પોઝ કરતી વખતે પોતાનો દાંત તોડી નાખ્યો હતો!

એક સમયે ઓલિમ્પિક્સ ગેમ્સમાં લલિત કલાઓ માટે પણ મેડલ અપાતા

 


                                



જાણીને નવાઈ લાગશે પણ એક સમયે ઓલિમ્પિક્સ ગેમ્સમાં લલિત કલાઓ માટે પણ મેડલ આપવામાં આવતા.

1912 થી 1948 સુધી, ઓલિમ્પિક ગેમ્સમાં લલિત કલાની સ્પર્ધાઓ યોજાતી. જેમાં સાહિત્ય, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર અને સંગીત માટે મેડલ આપવામાં આવ્યા હતા. અલબત્ત એ કલાસર્જન ઓલિમ્પિક-થીમ આધારિત હોવું જરૂરી હતું.

આધુનિક ઓલિમ્પિક્સના સ્થાપક, પિયર ડી ફ્રેડીના જણાવ્યા અનુસાર, કલા સ્પર્ધાઓ એટલા માટે જરૂરી હતી કે પ્રાચીન ગ્રીક લોકો રમતોની સાથે કલા ઉત્સવો યોજતા હતા.

ઓલિમ્પિકસમાંથી આર્ટ ઇવેન્ટ્સ આખરે દૂર કરવામાં આવી ત્યાં સુધીમાં 151 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.