શુક્રવાર, 31 જુલાઈ, 2026

વાઘ આવ્યો રે વાઘ : 'બિગ કેટ્સ'નું વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ ગુજરાત



ગીરના ગૌરવવંતા સિંહો અને ડાંગના ચપળ દીપડાઓ પછી, હવે ગુજરાતની ધરા પર પોતાના પંજાની ભવ્ય છાપ કંડારી રહ્યો છે—જંગલનો રાજવી મહેમાન, 'બંગાલ ટાઇગર'!

મધ્ય પ્રદેશના ગાઢ વનવિસ્તારમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશેલો આ કદાવર નર વાઘ આજે ૧૭ મહિના કરતાં પણ વધુ સમયથી (૩૦૦થી વધુ દિવસોથી) દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાની સરહદી વનપટ્ટીમાં મુક્તપણે વિહાર કરી રહ્યો છે.
વર્ષ ૧૯૯૨માં ગુજરાતમાંથી વાઘ લુપ્ત થતાં રાજ્યએ 'ટાઇગર સ્ટેટ'નો દરજ્જો ગુમાવ્યો હતો, પરંતુ આ મહેમાને આશરે ૧૨૦ કિલોમીટરના વન વિસ્તારને પોતાનું સરનામું બનાવીને એ દરજ્જો પુન: પ્રાપ્ત કરવાની નવી આશાઓ જગાડી છે!
વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વાઘના રહઠાણ વિસ્તારને હાઈ સેન્સિટિવ ઝોન જાહેર કરી, મહત્વના માર્ગો અને પોઈન્ટ્સ પર ૧૮ થી ૨૦ વધારાના વનકર્મીઓ તૈનાત કરાયા છે. માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે દેહરાદૂન અને દિલ્હીના નિષ્ણાતો દ્વારા સ્થાનિક વનકર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. અદ્યતન ટ્રેપ કેમેરા સિસ્ટમથી વાઘની ગતિવિધિઓ અને ખોરાક પર ૨૪ કલાક સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને જંગલમાં ઢોર ચરાવવા, ટીમરૂના પાન કે મહુડાના ફૂલ વીણવા અને લાકડા કાપવા માટે પ્રતિબંધિત વિસ્તારોમાં ન જવા સાવચેતીની અપીલ કરાઈ છે.
ઉત્સાહજનક સમાચાર એ છે કે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ આ નર વાઘ માટે વંશવૃદ્ધિ (Breeding)ના હેતુથી રાજ્યમાં એક વાઘણ લાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જો આ યોજના સાકાર થશે, તો આગામી સમયમાં ગુજરાતની ધરતી પર વાઘના બચ્ચાઓનો ઘુરકાટ સંભળાશે અને રાજ્યમાં વાઘની નવી વસ્તીનો જન્મ થશે.
‘બિગ કેટ્સ’નો મહાસંગમ:
ગુજરાત પહેલેથી જ વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર નિકેતન છે. આ ઉપરાંત, દીપડાઓની વિપુલ વસ્તી પણ અહીં હાજર છે. જો વાઘ અહીં સ્થાયી થાય અને વર્ષના અંત સુધીમાં પ્રસ્તાવિત 'ચિત્તા'નું આગમન થાય છે, તો ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બનશે જ્યાં ચારેય મોટી કેટ પ્રજાતિઓ (Big Cats - સિંહ, વાઘ, દીપડો અને ચિત્તો) એકસાથે અસ્તિત્વ ધરાવતી હોય!
૧૭ મહિનાનું આ સ્થાયી રોકાણ માત્ર એક વાઘની કહાની નથી; આ ગુજરાતના જંગલોના પુનરુત્થાન, કુદરતના સંતુલન અને વન વિભાગના અથાક પ્રયાસોની સફળતાની ગાથા છે.

ગુરુવાર, 30 જુલાઈ, 2026

કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ

 #કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ (કાઠિયાવાડી ઉચ્ચારણમાં જ , જેમકે, સિંચણિયું નહીં, સિસણ્યું)

.
.
આમાંના કેટલા જાણીતા શબ્દો છે એ કોમેન્ટમાં કહો અને આ યાદીમાં રહી જતા હોય તેવા ઉમેરો...
ડામશયો (ગાદલા ગોદડાં નો ઢગલો)
મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
શિપર (સપાટ પથ્થર )
પાણો (પથ્થર)
ઢીકો (ફેંટ મારવી)
ઝન્તર (વાજિંત્ર)
વાહર (પવન)
ભોઠું પડવું (શરમાવું)
હટાણું (ખરીદી કરવા જવું )
વતરણું (સ્લેટની પેન)
નિહાળીયા (વિદ્યાર્થી )
બોઘરૂં (દૂધ છાશનું વાસણ )
રાડા (ડુંડા કાપ્યા પછીનું થડ)
નિરણ (પાલતુ પશુને ખાવા માટે)
ખાણ (ઢોરને ખવડાવવાનું કપાસિયા ખોળ વગેરે)
ખોળ (તેલ કાઢ્યા પછી બિયાનો કુચો)
ખાહડા (પગરખાં)
બુસ્કોટ (શર્ટ)
પાટલુન (પેન્ટ)
ભીસ્કુટ (બિસ્કીટ)
ફારશયો (કોમેડિયન)
ફારસ (કોમિક)
વન્ડી (દીવાલ)
ઠામડાં (વાસણ)
લેવકળો (માગ માગ કરનાર)
ભેરુ (દોસ્ત)
ગાંગરવુ (બુમાબુમ કરવી)
કાંઠાળો (હાઈટ વાળો )
ડણક (સિંહની ત્રાડ)
બકાલુ (શાક ભાજી)
વણોતર (નોકર)
ગમાણ (પાલતુ ઢોરને ખાવાની જગ્યા)
રાંઢવુ (દોરડું)
દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા)
પાણીયારૂ (પાણીના માટલાની જગ્યા )
અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
દકતર (સ્કૂલ બેગ)
પેરણ (પહેરવેશ ખમીસ)
ગોખલો (દીવાલમાં કઈક મુકવાનો ખાડો)
બાક્સ (માચિસ)
નિહણી (નિસરણી)
ઢાંઢા (બળદ)
કોહ (સિચાઈ માટેનું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન)
વેંત (તેવડ, ત્રેવડ)
હડી કાઢ (દોડાદોડ)
કળી (ઝીણા ગાઠીયા)
મે પાણી (વરસાદ)
વટક વાળવું (બદલો લેવો)
વરહ (વર્ષ)
બે ખેતર વા (અંતરનું એક માપ)
વાડો (ઘર પાછળનો કાંટાની વાડવાળો ખુલ્લો ભાગ)
૧ ગાવ (અંતરનું એક માપ)
બાંડિયું (અડધી બાંયનું ખમીસ)
મોર થા (આગળ થા)
જિકવું (ફટકારવું)
માંડવી (શીંગ)
અડાળી (રકાબી)
સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)
દા આવવો (દાવ આપવો -લેવો )
વાંહે (પાછળ)
ઢીસ્કો (ઠીંગણા)
બૂતાન (બટન)
બટન (સ્વીચ)
રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)
શિરામણ (સવારનો નાસ્તો)
રોંઢો (સાંજનો નાસ્તો)
માંગણ (માંગવા વાળા)
વાળુ (રાત્રિનું ભોજન)
હાથ વાટકો (ગમે ત્યારે કામમાં આવે એવું)
માંચો (ખાટલો)
વળગણી (કપડાં સૂકવવાની દોરી)
પછીત (ઘરની પાછળના ભાગની દીવાલ)

ભારતનાં પ્રથમ મહિલા ઓલિમ્પિયન્સ

ઓલિમ્પિક રમતોત્સવોમાં ભારતીય મહિલાઓએ 1952ની હેલસિન્કી ઓલિમ્પિકથી પદાર્પણ કરી એક નવા ઈતિહાસનો પ્રારંભ કર્યો હતો. આ મહિલાઓએ માત્ર ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો એમ કહેવાને બદલે કહેવું જોઈએ કે તેમણે ભારતની નારીઓને સપના જોવા અને પૂરાં કરવાની કેડી કંડારી હતી.


નિલીમા ઘોષ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ હતાં, જેમણે ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. 15 જૂન, 1935ના રોજ જન્મેલી નિલીમા જ્યારે 1952 સમર ઓલિમ્પિક માટે પસંદ થઈ ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. તેણે 100 મીટર સ્પ્રિન્ટ અને 80 મીટર હર્ડલ્સ એમ બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો.



નિલીમા સાથે અન્ય દોડવીર મેરી ડિસોઝા સિક્વેરા જોડાયાં હતાં જેમણે મહિલાઓની 100 મીટર અને 200 મીટરમાં ભાગ લીધો હતો.

દોડવીરો ઉપરાંત અન્ય બે મહિલા સ્વીમર્સ ડોલી નઝીર અને આરતી સાહાએ પણ હેલસિંકી 1952માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

જો કે આ પહેલાં 1924 ઓલિમ્પિકમાં નોરા માર્ગારેટ પોલી દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી હતી જેમણે મહિલા સિંગલ્સ અને મિકસ ડબલ્સ ઇવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ જો કે, ત્યારે ભારત બ્રિટિશ રાજ હેઠળ હતું.
#olympics2024 #ઓલિમ્પિક #પેરિસ #ફ્રાન્સ #peris #Olympics #OlympicsonSports18 #Sports #ashishkharod #helsinki #olympicgames1952 #swimming #athletics #folowers #highlight @highlight #વાંચેલું #જાણવું_ગમશે

ટાઈટેનિકનો અંતિમ જણ... અને વ્હિસ્કીની કમાલ?



14 એપ્રિલ, 1912 – જ્યારે ટાઈટેનિક આઈસબર્ગ સાથે અથડાઈને અંધારાં સમુદ્રમાં ડૂબી રહી હતી, ત્યારે આખી શીપ પર એક માણસ શાંત દિલથી કામ કરી રહ્યો હતો – ચાર્લ્સ જૌઘિન, મુખ્ય બેકર.
જ્યારે બધાં લોકો હાંફળા -ફાંફળા થઈને દોડાદોડી કરતા હતા, ત્યારે ચાર્લ્સ બેકરીમાંથી બ્રેડ કાઢીને લોકોમાં વહેંચી રહ્યો હતો. બચવાની આશા ઓછી હતી, તો પણ તેણે પોતાનાથી થયું તે કર્યું .
બારમાં ગયો, થોડી નહિં, ઘણી વ્હિસ્કી પીધી , અને પછી ટેબલ-ખુરશીઓ પાણીમાં ફેંકી - ડૂબતા લોકોને કંઈક સહારો મળે એટલા માટે.
અંતે ચાર્લ્સ પોતે પણ દરિયામાં કૂદી પડ્યો...ટાઈટેનિક છોડનારો એ સૌથી છેલ્લો માણસ હતો .

અને આશ્ચર્ય!

આ બંદો કલાકો સુધી બરફ જેવા પાણીમાં તણાતો રહ્યો અને બીજે દિવસે જીવતો મળી આવ્યો.
એને હાઈપોથર્મિયાની કોઈ અસર પણ થઈ ન હતી.
શું એનો જીવ વ્હિસ્કીએ બચાવ્યો હતો?
કે શું એના શાંત મન અને સમજદારીનું પરિણામ હતું ?
શું તમે એમ માનો છો કે નશામાં માણસ વધારે હિંમતવાન બની શકે છે? કે પછી એ માત્ર નસીબ હતું?

બુધવાર, 29 જુલાઈ, 2026

ગ્રીક પૌરાણિક કથાઓનું એક પાત્ર : પેગાસસ

 


ભારતીય (હિન્દુ) અને ગ્રીક પૌરાણિક કથાઓ વચ્ચે અદ્ભુત સામ્યતાઓ જોવા મળે છે. બંને સંસ્કૃતિઓ ભારતીય-યુરોપીય (Indo-European) મૂળમાંથી આવતી હોવાથી તેમના દેવો, કથાઓ અને પ્રતીકોમાં ઊંડું સામ્ય છે. આજે તેમાના એક વિશે વાત કરીએ. સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અશ્વ ઉચ્ચૈઃશ્રવા ગ્રીક સાહિત્યના પેગાસસ સાથે ખૂબ મળતો આવે છે.

ફોન હેક કરીને ગુપ્ત માહિતી મેળવવા માટે ઇઝરાયેલી કંપની NSO Group દ્વારા બનાવાયેલા એક અત્યંત શક્તિશાળી સ્પાયવેર (Pegasus Spyware)નો ઉપયોગ થાય છે. આ સ્પાય વેરનું નામ એ ગ્રીક પૌરાણિક કથાઓનાં પ્રખ્યાત અને આકર્ષક કલ્પનાશીલ પાત્ર પેગાસસ પરથી પડ્યું છે. તે સફેદ રંગનો પાંખોવાળો ઘોડો (Winged Horse) છે. પૌરાણિક કથા મુજબ, જ્યારે શૂરવીર પર્સિયસે (Perseus) રાક્ષસી મેડુસા (Medusa) નું મસ્તક કાપ્યું, ત્યારે તેના લોહીમાંથી પેગાસસનો જન્મ થયો હતો. સમુદ્રના દેવ પોસાઇડનને પેગાસસના પિતા માનવામાં આવે છે.આ પેગાસસે ગ્રીક વીર બેલરોફોન (Bellerophon) ને 'કિમેરા' (Chimera - અગ્નિ ઓકતું રાક્ષસી પ્રાણી) નામના રાક્ષસનો વધ કરવામાં મદદ કરી હતી. પાછળથી પેગાસસ ઓલિમ્પસ પર્વત પર ઝિયસ પાસે ગયો અને તેમની વિજળી તથા કડકા લાવવાનું કામ કરવા લાગ્યો. ઝિયસે તેને આકાશમાં તારામંડળ (Constellation) તરીકે સ્થાન આપ્યું.
આજે 'પેગાસસ' શબ્દ પૌરાણિક કથાઓમાંથી નીકળીને આધુનિક સંદર્ભોમાં વિવિધ અર્થોમાં વપરાય છે. જેમાં પહેલા ઉલ્લેખ કરેલ સ્પાયવેર ઉપરાંત પેગાસસ એ સ્વતંત્રતા, ઝડપ, કલ્પના, ઊંચી ઉડાન અને પ્રેરણાનું પ્રતીક ગણાય છે. કવિઓ અને કલાકારો માટે તે "કાવ્યાત્મક પ્રેરણા" (Poetic Inspiration) દર્શાવે છે તો ઘણી એરલાઇન્સ, સ્પીડ-સંબંધિત કંપનીઓ, લોજિસ્ટિક્સ અને પબ્લિશિંગ હાઉસ પેગાસસના પાંખોવાળા ઘોડાને પોતાના લોગો તરીકે વાપરે છે (જેમ કે Nike Pegasus શૂઝ શ્રેણી).ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તરીય આકાશમાં આવેલા એક તારામંડળનું નામ 'પેગાસસ તારામંડળ' (Pegasus Constellation) રાખવામાં આવ્યું છે.

મંગળવાર, 28 જુલાઈ, 2026

વારસો, વિલક્ષણતા અને વૈશ્વિકતાનો સંગમ: સંખેડાની કાષ્ઠકલા

વડોદરા નજીક આવેલા છોટાઉદેપુર જિલ્લાનું નાનું એવું સંખેડા નગર પોતાની અનુપમ કાષ્ઠકળા માટે વૈશ્વિક ક્ષેત્રે સુવિખ્યાત છે. અંદાજે ત્રણ શતાબ્દીઓ (૧૭મી-૧૮મી સદી) પુરાણો ઈતિહાસ ધરાવતી આ કળા સ્થાનિક ખરાદી સમુદાયના અથાક પરિશ્રમ, સર્જનાત્મકતા અને વંશપરંપરાગત સાતત્યને આભારી છે.

'સંઘેડા' (લેથ મશીન) પર સાગના કાષ્ઠને સુરેખ વળાંક આપી, તેના પર લાખનું આવરણ ચડાવીને તથા મરૂન અને સોનેરી રંગોના અદભુત મિશ્રણથી ઝૂલા, સોફાસેટ, ઘોડિયાં, અગરબત્તીદાની અને કંકાવટી જેવી નયનરમ્ય અને ચિરંજીવ કૃતિઓનું નિર્માણ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને લોકકળાના આ અમૂલ્ય વારસાની પ્રમાણિતતાને અંકિત કરતાં ભારત સરકાર દ્વારા તેને ભૌગોલિક ઓળખ એટલે કે 'જીઆઈ ટેગ' (GI Tag) અર્પણ કરવામાં આવ્યો છે.
સંખેડાના પ્રાધ્યાપિકા અને સત્વશીલ લેખિકા ડૉ. સાધના ટાંક દ્વારા આ પરંપરાગત વિરાસતનું શાસ્ત્રીય અને સંશોધનાત્મક દસ્તાવેજીકરણ કરતો એક ગ્રંથ રચવામાં આવ્યો છે. ખરાદી સમુદાયના ત્રિશતાબ્દી પ્રાચીન કાષ્ઠકળાના ઈતિહાસ, બનાવટની ક્ષણ-પ્રતિ-ક્ષણ તબક્કાવાર પ્રક્રિયા, પરંપરાગત શિલ્પવિધાન અને આધુનિક પદ્ધતિઓના સુભગ સમન્વયને તે દ્રશ્યમાન કરે છે. આ સાથે જ, સાંસ્કૃતિક મૂલ્યો અને વૈશ્વિક કલા-બજારના પ્રવાહો વચ્ચે આ પરંપરાને અક્ષુણ્ણ રાખવાના ઉપાયોનું તાર્કિક નિરૂપણ પણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
આ કાષ્ઠકળા કેવળ કાષ્ઠનો કોઈ નિર્જીવ આકાર કે ગૃહશણગાર નું સાધન માત્ર નથી, પરંતુ એ ગુજરાતની ભાતીગળ ધરોહર, કસબીઓના સ્વેદબિંદુ, ધીરજ અને સમર્પણની એક જીવંત કાવ્યાત્મક અભિવ્યક્તિ છે. લોકકળાના પાયામાં રહેલા સંવેદનાત્મક ઋણાનુબંધને વાચા આપતો આ ગ્રંથ નવી પેઢીમાં જાગૃતિનો સંચાર કરશે અને કલારસિકો, વિવેચકો તથા સંશોધકો માટે માર્ગદર્શક સાબિત થવાની તમામ ક્ષમતા ધરાવે છે.
કલાચાહક રમણીકભાઈ ઝાપડીયાએ એમના કલાતીર્થ ટ્રસ્ટની કલાગંગોત્રી શ્રેણીના ૩૫મા ગ્રંથ તરીકે આ ગ્રંથ કલાપ્રેમીઓને પહોંચાડ્યો છે.

ઈતિહાસની આરસી: અખંડ કાઠીયાવાડ


15 ઓગસ્ટ 1947ના રોજ રાત્રીના બાર વાગ્યે ભારતમાથી ઇસ્ટ ઇંડીયા કંપની રવાના થઇ અને ત્યાર બાદ ભારત દેશની સત્તા હિંદ રિયાસતી ખાતાએ સંભાળી હતી.
માર્ચ 1948 દરમ્યાન ગુજરાતના કાઠીયાવાડ પ્રાંતના રજવાડાઓનું વીલીનીકરણ થયુ હતુ.
કાઠીયાવાડના 7 જીલ્લાઓ રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર મળીને કુલ 195 રજવાડાઓ ગીરાસીયા અને કાઠી રાજપૂતોના તાબામાં હતા.
આમ કુલ 195 રાજ્યો પૈકી
શાખા - સ્ટેટની સંખ્યા
1). વાળા(કાઠી) - 61
2). ઝાલા - 43
3). ખાચર(કાઠી) -29
4). જાડેજા - 27
5). ગોહીલ - 22
6). કોટીલા(કાઠી) - 03
7). ધાધલ (કાઠી) - 03
8).



પરમાર-02


-
9). ખવડ (કાઠી) 02
10). બસિયા(કાઠી) - 01
11). કરપડા(કાઠી) - 01
12). પટગીર(કાઠી) - 01
આમ કુલ 12 શાખાઓના મળીને 195 રાજ્યો થાય છે.
🚩વાળા રાજપૂતો પાસે આ 61 રાજ્યો(સ્ટેટ) હતા.
1. થાણાદેવળી
2. વડીયા
3. જેતપુર
4. બીલખા
5. અકાળા
6. આલીધ્રા
7. અનિડા
8. બરવાળા
9. ભાયાવદર
10. ચાંપરાજપુર
11. ડાંગાવદર
12. હરસૂરપુર
13. ખીજડીયા(હનુમાન)
14. માનપુર
15. માયાપાદર
16. નડાળા
17. પીપળીયા
18. સનાળા
19. સરદારપુર
20. થુંભાળા
21. બગસરા(ભાયાણી)
22. બગસરા(ખારી)
23. નટવરનગર
24. હડાળા
25. કોટડાપીઠા
26. બાબરા
27. ચિંતલ
28. બળધોઇ
29. ઇશ્ર્વરીયા
30. ચરખા
31. દહીડા
32. ઢોલરવા
33. ગરમલી(મોટી)
34. ગરમલી(નાની)
35. હાલરીયા
36. ઝામકા
37. કહોર
38. કરેણ
39. ખીજડીયા(નાયાણી)
40. ખીજડીયા-2
41. લાખાપાદર
42. મોણવેલ
43. સીલાણા
44. વાઘણીયા
45. વાઘવડી
46. વેકરીયા
47. બગસરા(મોકાવાળાની)
48. બગસરા(સામતવાળાની)
49. ચાંચઇ પાણીયા
50. સાંથળી
51. ગઢીયા
52. પીપળલગ
53. પાંચવડા
54. આંકડીયા
55. કાનપુર
56. સરધારપુર
57. સુર્યપ્રતાપગઢ
58. હાથીગઢ
59. ઉંટવડ
60. વાવડા
61. અડતાણા
🚩ઝાલા રાજપૂતો પાસે આ 43 રાજ્યો હતા.
1. ધાંગધ્રા
2. લીમડી
3. વાંકાનેર
4. વઢવાણ
5. ચુડા
6. લખ્તર
7. સાયલા
8. રાજપુર
9. ભડવાણા
10. ભલાણા
11. ભાથણ
12. દુધરેજ
13. દેવળીયા
14. ગુંદયાળી
15. ઝામર
16. ઝાપોદડ
17. કેસરીયા
18. ખેરાળી
19. લાલીયાદ
20. પલાળી
21. તલસાણા
22. તવી
23. વણા
24. વડોદ
25. અંકેવાડીયા
26. ભલગામડા
27. ચચાણા
28. છલાણા
29. દરોડ
30. ગેડી
31. જાખણ
32. કમળપુર
33. કંથારીયા
34. કરમદ
35. કરોળ
36. ખંભળાવ
37. ખંડીયા
38. સહુકા
39. સામળા
40. ઉટડી
41. વણાલા
42. ભોયકા
43. ઝીંઝુવાડા
🚩ખાચર રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. જસદણ
2. ચોટીલા
3. પાળીયાદ
4. મેવાસા
5. ભિમોર
6. ચોબારી
7. બામણબોર
8. માત્રા ટીંબા
9. ભડલી
10. કરીયાણા
11. ઇતરીયા
12. ખાંભાળા
13. નીલવળા
14. બરવાળા(બાવીશી)
15. જાળીકા
16. વેજકડા
17. ચંદરવા
18. સુંદરીયાણા
19. ગુંદા
20. રોજીંદ
21. ભારેજડા
22. સારીંગપુર
23. સણોસરા
24. આનંદપુર
25. આનંદપુર
26. ગઢડા
27. રામપરડા
28. નીલવડા
29. સોનગઢ
🚩જાડેજા રાજપૂતો પાસે આ 27 રાજ્યો હતા.
1. ધ્રોલ
2. ગોંડલ
3. મોરબી
4. જામનગર
5. રાજકોટ
6. કોટડા
7. મિયાણા
8. ખીરસરા
9. વીરપુર
10. રાજપરા
11. ગઢકા
12. ગૌરીદડ
13. જાળીયા
14. મેગાણી
15. પલ
16. શાહપુર
17. લોધીકા(નાની)
18. લોધીકા(મોટી)
19. ધ્રાફા
20. સાતુદડ
21. કાંગસીયાળી
22. કોટડા(નાયાણી)
23. મહુવા(નાના)
24. મુળીલા
25. સિસાંગ
26. વીરવા
27. રોઝવા
🚩ગોહીલ રાજપૂતો પાસે આ 22 રાજ્યો હતા
1. ભાવનગર
2. પાલિતાણા
3. લાઠી
4. વલ્લભીપુર
5. અમલપુર
6. ભોજાવદર
7. ચામરડી
8. ચીત્રાવાવ
9. ધોળા
10. ગઢડી
11. ગઢુલા
12. કટોઠીયા
13. ખીજડીયા(ડોસાજી)
14. લીબડા
15. પછેગામ
16. પચવાડા
17. રતનપુર
18. ટોડા
19. વડોદ(દેવાણી)
20. વાંગધ્રા
21. વાવડી(ઘરવાડા)
22. ગંધોલ
🚩કોટીલા રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ગીગાસણ
2. ડેડાણ
3. ડેડાણ(મજમુ)
🚩ધાધલ(રાઠૌડ) રાજપૂતો પાસે આ 3 રાજ્યો હતા.
1. ચાંચરીયા
2. રેફડા
3. ધાંધલપુર
🚩પરમાર રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. મુળી
2. મુંજપર
🚩ખવડ રાજપૂતો પાસે આ 2 રાજ્યો હતા.
1. સુદામડા
2. સેજકપુર
🚩બસિયા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. ખોખરીગઢ(ગળથ)
🚩કરપડા રાજપૂતો પાસે આ 1 રાજ્ય હતુ.
1. રાણપરડા
🚩પટગીર રાજપુત પાસે આ 1 રાજ્ય હતુ.
1. કુંડળ
આ 195 રાજ્યો ઉપરાંત થોડા રાજ્યો બાબી, સૈયદ,સિદી અને નાગરના હતા.
Courtesy : Lakhdhirsinh Jadeja