સોમવાર, 31 ઑગસ્ટ, 2026

દીકરીઓના દમ પર ઓળખાય છે ગુજરાતનું આ ગામ




‘ફૂટબૉલવાળી છોકરીઓનું ગામ’ મહાદેવપુરાની અદ્ભુત પ્રેરણાદાયી કહાણી!
****
કહેવાય છે કે જો દીકરીઓને ઊડવા માટે પાંખો આપવામાં આવે તો તેઓ અસંભવને પણ સંભવ કરી બતાવે છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલું નાનકડું ‘મહાદેવપુરા’ ગામ આજે આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. જે ગામની દીકરીઓ ક્યારેય ગામની સીમ પણ ઓળંગતી નહોતી, તે આજે રાષ્ટ્રીય સ્તરે ફૂટબૉલના મેદાનમાં પોતાનો ડંકો વગાડી રહી છે. એક સમય હતો જ્યારે બાળાઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતી હતી, પરંતુ આજે ફૂટબૉલની રમતે સમગ્ર ગામનું ચિત્ર બદલી નાખ્યું છે અને મહાદેવપુરાને ‘ફૂટબૉલવાળી છોકરીઓનું ગામ’ તરીકે સમગ્ર રાજ્યમાં નવી ઓળખ અપાવી છે.
આ અનોખા પરિવર્તનની શરૂઆત વર્ષ ૨૦૧૦માં થઈ હતી, જ્યારે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની જાહેરાત કરવામાં આવી. ગામની પ્રાથમિક શાળાના શિક્ષક રંગતજી ઠાકોર પાસે પોલીસ વિભાગ તરફથી મળેલો એક ફૂટબૉલ પડ્યો હતો. વ્યાયામ શિક્ષકોના સૂચનથી તેમણે શાળાની અંડર-૧૪ કન્યાઓની ટીમ બનાવીને સ્પર્ધામાં ઉતારવાનો નિર્ણય કર્યો. શાળાની બાળાઓએ પ્રથમ વાર સ્પર્ધામાં ભાગ લીધો અને પાટણ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવી સૌને ચોંકાવી દીધા. વિજેતા બનીને મળેલો ₹૩,૦૦૦નો ચેક દીકરીઓ માટે મોટું પ્રોત્સાહન બન્યો. ત્યારબાદ અંકલેશ્વરમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં આ ટીમ સેમી-ફાઇનલ સુધી પહોંચી. ત્યાં ઉપસ્થિત નિષ્ણાતો અને કોચિંગ સ્ટાફે બાળાઓનું કૌશલ્ય જોઈને તેમને નિયમિત પ્રશિક્ષણ આપવાની સલાહ આપી. આ સલાહને સ્વીકારીને શિક્ષક રંગતજી ઠાકોરે શાળા છૂટ્યા પછી સાંજે મેદાનમાં નિઃશુલ્ક તાલીમ આપવાનું શરૂ કર્યું.
ધીમે ધીમે ફૂટબૉલ દીકરીઓના જીવનનો અભિન્ન ભાગ બની ગયો. સાંજની પ્રેક્ટિસ ઉપરાંત રિસેસમાં પણ તેઓ ફૂટબૉલ રમવા લાગી. આજે શાળામાં અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન કેટેગરીની ટીમો કાર્યરત છે, જેમાં શાળાથી માંડીને કૉલેજમાં ભણતી ૬૦ જેટલી યુવતીઓ રમી રહી છે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત સરકારની સ્પોર્ટ્સ એક્સલન્સ યોજના હેઠળ ૪ દીકરીઓને દર મહિને ₹૪,૫૦૦નું સ્ટાઇપન્ડ અને મુસાફરી ભથ્થું પણ મળવા લાગ્યું. આ સ્કોલરશિપ અને પ્રોત્સાહનને કારણે વાલીઓમાં પણ જાગૃતિ આવી અને જે દીકરીઓ ગામ બહાર નહોતી જતી, તેઓ રમતની સાથે કૉલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરતી થઈ.
વર્ષ ૨૦૧૦થી અત્યાર સુધીમાં ગામની ૧૦૦થી વધુ દીકરીઓ ફૂટબૉલ શીખી ચૂકી છે, જેમાંથી બાવન દીકરીઓ રાષ્ટ્રીય સ્તરે રમી આવી છે અને ૨૦ દીકરીઓએ નૅશનલ મેડલ મેળવ્યા છે. રાજ્યકક્ષાની ૬૦ જેટલી ટૂર્નામેન્ટોમાં ટોપ-૩માં સ્થાન મેળવવાની સાથે ૨૦૧૪થી અવિરતપણે આ ગામની દીકરીઓ ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્ટ થઈ રહી છે. તેઓ ‘ખેલો ઇન્ડિયા’ અને ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ઓડિશા, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં રમીને મેડલ જીતી રહી છે.
કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કમુ ઠાકોર જેવી ખેલાડી પોતાની મોટી બહેન શિલ્પાને જોઈને ચોથા ધોરણથી રમતી થઈ અને વર્ષ ૨૦૨૧માં હરિયાણા તેમજ ઓડિશાના કટકમાં બ્રૉન્ઝ મેડલ જીતીને નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે. તેનો સંદેશ છે કે દરેક દીકરીએ અભ્યાસની સાથે રમતમાં પણ રસ કેળવવો જોઈએ. એક શિક્ષકનું સમર્પણ અને દીકરીઓની અથાક મહેનતે મહાદેવપુરાને આજે દેશભરમાં ગૌરવ અપાવ્યું છે. 🇮🇳👏
(Courtesy: MidDay Gujarati : Shailesh Nayak)

ज़ाहिद, शराब पीने दे मस्जिद में बैठ कर

 ઉર્દૂ સાહિત્યમાં ગાલિબ (૧૭૯૭-૧૮૬૯), ઇકબાલ (૧૮૭૭-૧૯૩૮) અને ફરાઝ (૧૯૩૧-૨૦૦૮) આ ત્રણેય શાયરો અને તેમના આ શેર અમર તથા અજોડ ગણાય છે. આ કાવ્યપંક્તિઓ દ્વારા ઈશ્વર (ખુદા)ની સર્વવ્યાપકતા વિશે પોતાના દૃષ્ટિકોણ રજૂ કરે છે. આ કોઈ પારસ્પરિક વિવાદ નહોતો, પરંતુ સદીઓ સુધી વિસ્તરેલા બૌદ્ધિક અને વિનોદી મનોભાવો વચ્ચેનો એક સુંદર કાવ્યાત્મક મતભેદ હતો.



ગાલિબે
આની શરૂઆત કરી:
૧૯મી સદીના સંદર્ભમાં આ અત્યંત સાહસપૂર્ણ વિચાર હતો. જોકે ગાલિબ ક્યારેય પરંપરાગત વલણ અપનાવવા કે ભીડ પાછળ ચાલવા માટે જાણીતા નહોતા.

ज़ाहिद, शराब पीने दे मस्जिद में बैठ कर

या वो जगह बता, जहाँ ख़ुदा नहीं।


અર્થ: "હે ધર્મગુરુ, મને મસ્જિદમાં બેસીને શરાબ પીવા દે; અથવા મને એવી કોઈ જગ્યા બતાવ, જ્યાં ખુદા હાજર ન હોય."


અલ્લામા ઇકબાલ
આ વિચાર સાથે સહમત નહોતા અને તેમણે આશરે અડધી સદી પછી તેનો ઉત્તર આપવાનું નક્કી કર્યું. ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પ્રારંભમાં ગાલિબને તેમનો કાવ્યાત્મક જવાબ આ મુજબ હતો:

मस्जिद ख़ुदा का घर है, पीने की जगह नहीं

काफ़िर के दिल में जा, वहाँ ख़ुदा नहीं।


અર્થ: "મસ્જિદ ખુદાનું પવિત્ર ઘર છે, શરાબ પીવાની જગ્યા નથી. તારે જવું હોય તો કોઈ અધર્મી (નાસ્તિક)ના દિલમાં જા, કેમ કે ત્યાં ખુદાનો વાસ નથી."


 

અંતિમ વાત ફરાઝે ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં રજૂ કરી :

काफ़िर के दिल से आया हूँ, मैं ये देख कर फ़राज़,

ख़ुदा मौजूद है वहाँ, पर उसे पता नहीं।


અર્થ: "હે ફરાઝ, હું એ અધર્મી (નાસ્તિક)ના હૃદયની મુલાકાત લઈને જ આવ્યો છું અને જોયું કે:

ખુદા ત્યાં પણ બિરાજમાન છે, માત્ર તેને પોતાને આ વાતની જાણ કે ભાન નથી."

द्रौपदी / अमृता प्रीतम


 द्रौपदी / अमृता प्रीतम जन्म (31.8.1919)


मैं जन्म जन्म की द्रौपदी ...
मैं पाँच तत्व की काया
पाँच तत्व से ब्याही हूँ..
किसी जन्म में वही द्रौपदी
जूए की वस्तु सी हुई
राजसभा में आई थी...
इस जन्म में वही कौरव
वही चेहरे - वही मोहरे
वही बिसात बिछाई है...
मैं वही नारी द्रौपदी
अब जूआ खेलने आई हूँ...
पूरा समाज कौरवोंने जीत लिया
और नया दाव खेलने लगे...
तो पूरी सियासत दाव पे
लगा दी
मैं एक हाथ से समाज हार गयी
दूसरे हाथ से सियासत हार गयी
पर कौरव दुहाई देते हैं
कि पाँच तत्त्व मेरे पाँच पांडव हैं
मैं भरी सभा से उठी हूँ
और पाँचों जीतकर लाई हूँ
मैं जन्म जन्म की द्रौपदी ...
मैं पाँच तत्व की काया
पाँच तत्व से ब्याही हूँ..

મોહનની હુંડી ઘનશ્યામને



ભાવનગરની સુપ્રસિદ્ધ કેળવણીની સંસ્થા દક્ષિણામૂર્તિ પર આફત આવેલી.
વાત એમ હતી કે દક્ષિણામૂર્તિ લોકોના આપેલા ફંડ પર નિર્ભર હતી. ૧૯૩૦ના નમક સત્યાગ્રહમાં સંસ્થાના નિયામક શ્રી નાનાભાઈ ભટ્ટ અને બીજા અગ્રગણ્ય કાર્યકરો જોડાયેલા અને કારાવાસની સજા પામેલા. તેમની ગેરહાજરીમાં બાકી રહેલા કાર્યકરોને કોઈ ફંડ આપે નહીં. ૧૯૩૨માં જયારે બધા પાછા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે સંસ્થા ઉપર દેવું થઇ ગયું છે.
નાનાભાઈ ભટ્ટે નિર્ણય કર્યો કે સંસ્થાની જમીન અને મકાનો વેચીને દેવું ભરપાઈ કરી દેવું અને સંસ્થા બંધ કરી દેવી. બધા કાર્યકરો પોતાનો રસ્તો શોધી લે. (અત્યારે બહુ પ્રચલિત છે તેવી Insolvency જાહેર કરીને લેણદારોને રખડાવવાનો વિચાર પણ નહોતો થયો.). સંસ્થામાં ખાયકી કે બગાડ થયો હોય તેનો પણ સવાલ નહોતો.

‘દક્ષિણામૂર્તિ બંધ થવાની છે’ એ વાત ગાંધીજી પાસે પહોંચી. નાનાભાઈ પર તેમનો સંદેશો આવ્યો. ‘સંસ્થા બંધ કરો તે પહેલા હિસાબના ચોપડા લઇ મને મળી જજો.’ દક્ષિણામૂર્તિનો હિસાબ શ્રી ગોપાલરાવ વિદ્વાંસ (જેમણે મરાઠી સાહિત્યની ઉત્તમ રચનાઓનો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે) સંભાળતા હતા. નાનાભાઈ અને ગોપાલરાવ હિસાબના ચોપડા લઇ ગાંધીજી પાસે પહોંચ્યા.
ગોપાલરાવના શબ્દોમાં કહીએ તો “ગાંધીજીનું હિસાબમાં ઉસ્તાદ એવા વાણિયામાં રૂપાંતર થઇ ગયું. તેમણે બે કલાક સુધી હિસાબના ચોપડા તપાસ્યા. પુછતાછ કરી અને અંતે નાનાભાઈને કહ્યું “હિસાબ તો બરાબર છે.” થોડીવાર આંખો બંધ કરી; વિચાર કરી, બોલ્યા. “સ્વરાજ અને કેળવણી માટે કામ કરતી સંસ્થા બંધ થવી ન ઘટે.”
ત્યારબાદ સાવ નાની પેન્સિલથી એક પરબીડિયાના નાના ફ્લેપ પર એક સંદેશો લખ્યો ‘ઘનશ્યામદાસજી, મૈં નાનાભાઈ ઔર ગોપાલરાવકો આપકે પાસ ભેજ રહા હું, ઠીક કિજીયેગા.’
આ કાગળ નાનાભાઈને આપી કહ્યું “આ ચિઠ્ઠી કલકતા જઈને ઘનશ્યામદાસ બિરલાને આપજો.”

આ ‘મોહનની હુંડી’ લઈને નાનાભાઈ અને ગોપાલરાવ ઘનશ્યામદાસ પાસે ગયા. ગાંધીજીનો સંદેશ લઈને આવનાર આ બંનેને તરત ચેમ્બરમાં લઇ જવામાં આવ્યા. ગોપાલરાવને વિચાર આવતો હતો કે એક વાણિયાની ચકાસણીમાં તો પાસ થયા પણ આ મારવાડી શેઠની ચકાસણી કેવી હશે? તેમણે હિસાબના ચોપડા ધર્યા પણ ઘનશ્યામદાસે તરત કહ્યું “ઇસકી કોઈ જરૂરત નહીં હૈ, યે ચિઠ્ઠી કાફી હૈ. બતાઈએ આપકો ફૌરન કિતને રુપયેકી જરૂરત હૈ? ”
ગોપાલરાવે જણાવ્યું કે પાંચ હજાર રૂપિયા મળે તો પુરા થઇ રહેશે. ઘનશ્યામદાસજીએ તરત ચેકબુક ઉપાડી પાંચ હજારનો ચેક દક્ષિણામૂર્તિના નામે લખી આપ્યો. ચેક આપતા સાથે એક શીખ આપી. “દેખો ઔર રૂપૈકી જરૂરત હો તો ફૌરન યહાં આ જાઈએગા. ઉસ બુઢેકો તંગ મત કરના!”
મોહનની હુંડી ઘનશ્યામ પર લખાય પછી ન સ્વીકારાય એવું બને? (મોહન પણ સાત ગરણે ગાળીને હુંડી લખે હો!)
કેટકેટલી વ્યસ્તતા વચ્ચે એક જે દેશના સર્વોચ્ચ નેતા છે એ અને બીજા જે ટોચના ઉદ્યોગપતિ છે તે કેળવણીની સંસ્થાની આટલી ખેવના કરે તે સમાજનું સદભાગ્ય છે.
(શ્રી ગોપાલરાવ વિદ્વાંસના પુત્ર ડો. શિશિર વિદ્વાંસના, અખંડ આનંદ (સપ્ટેમ્બર ૨૦૧૫) માં પ્રસિદ્ધ થયેલ લખાણ પરથી ટૂંકાવીને)

છત્તીસગઢના એકદંત

 


ગણેશચતુર્થી નિમિત્તે શિખર પર બિરાજીત એક ગણેશજી વિશે જાણવું ગમશે.

ગજાનન ગણપતિને અનેક નામે ઓળખવામાં આવે છે.એમાંનું એક નામ એટલે એકદંત...

एकदंताय विद्महे वक्रतुण्डाय धीमहि
तन्नो दन्ती: प्रचोदयात ...
આ શ્લોકથી એમની આરાધના પણ થાય છે.
આજે એક એવી ગણપતિ પ્રતિમાની વાત કરીએ કે જે એકદંત નામ માટે કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા વિસ્તારમાં 3000 હજાર ફૂટ ઊંચી પહાડીઓ પર આવેલી 6 ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી આ ઢોલકલ ગણેશ પ્રતિમા નાગવંશીય રાજવીઓએ સ્થાપિત કરેલી છે.

આ ગણેશ પ્રતિમાના ઉપરના જમણા હાથમાં પરશુ(ફરસો) ઉપરના ડાબા હાથમાં એક તૂટેલો દાંત નીચેના ડાબા હાથમાં અભયમુદ્રામાં અક્ષમાળા અને ચોથા હાથમાં મોદક ધારણ કરેલ છે.
આ વિસ્તારમાં એવી કથા પ્રચલિત છે કે, ભગવાન ગણેશ અને પરશુરામજીનું યુદ્ધ આ શિખર પર થયું હતું અને આ યુદ્ધમાં જ ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો ત્યારથી તેઓ એકદંત કહેવાયા. પરશુરામજીના પરશુ(ફરસા)થી આ દાંત તૂટ્યો હોવાથી આ પહાડીની નીચેના ગામનું નામ ફરસપાલ રખાયું છે. પુરાતત્વવિદોના મત મુજબ લલિતાસનમાં બિરાજમાન આ ગણેશપ્રતિમા 11 મી સદીની છે.
દર્શન માટે :
#ashishkharod #જાણવું_ગમશે @highlight #follower

યાદ છે સુંદર નીલી આંખો વાળી મયૂરી કાંગો?



1996ની મહેશ ભટ્ટની ફિલ્મ ‘પાપા કહેતા હૈં’ના ગીત ‘ઘર સે નિકલતે હી’થી એ રાતોરાત લોકપ્રિય થઈ ગઈ. ફિલ્મ ખાસ હીટ નહોતી, પરંતુ પિતાને શોધતી એક વંઠેલી દીકરીની ભૂમિકામાં તેના અભિનયે દર્શકો પર છાપ જરૂર મૂકી.
આ મયૂરીની જીવનયાત્રા ખૂબ રસપ્રદ અને એટલી જ પ્રેરણાદાયી છે. તેજસ્વી શેક્ષણિક કારકિર્દી ધરાવતી મયૂરીને IIT કાનપુરમાં પ્રવેશ મળ્યો હતો પરંતુ બોલિવૂડમાંથી ઓફર મળતાં તેણે તે ભણવાનું છોડ્યું અને 1995ની ફિલ્મ નસીમથી તેણે અભિનયની શરૂઆત કરી.
તેના પરિવારનો નાટ્યજગત સાથે ઘનિષ્ટ નાતો હતો પરંતુ ફિલ્મોમાં તેનો પ્રવેશ અણધારી રીતે થયો. એક વખત મુંબઈમાં તેની મુલાકાત નિર્દેશક સઈદ અખ્તર મિર્ઝા સાથે થઈ, જેમણે ફિલ્મમાં અભિનય કરવાની ઓફર આપી. ત્યારે તેની બોર્ડ પરીક્ષાઓ નજીક હતી, તેથી તેણે પહેલાં તો ના પાડી , પણ પછી આ ભૂમિકા સ્વીકારી.
આ ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ પાટકથાના બે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા.
પ્રારંભિક સફળતા બાદ તેણે બેતાબી (1997), હોગી પ્યાર કી જીત (1999), અને બાદલ (2000) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. થોડો સમય તેણે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે લોકપ્રિય તેલુગુ અભિનેતા મહેશ બાબુ સાથે વંશી (2000)માં કામ કર્યું. આ ફિલ્મમાં નમ્રતા શિરોડકર પણ હતી, જે પછી મહેશ બાબુની પત્ની બની.
ફિલ્મોથી આગળ વધીને મયૂરીએ ટેલિવિઝનમાં પણ કારકિર્દી બનાવી. ડોલર બહુ (2001), નરગિસ, થોડા ગમ થોડી ખુશી, અને કરીશ્મા – ધ મિરાકલ્સ ઓફ ડેસ્ટિની (2003) જેવી સિરીયલોમાં તે જોવા મળી. છેલ્લી સિરિયલમાં તેણે કરીશ્મા કપૂરની પુત્રીની ભૂમિકા ભજવી.
2003માં NRI અદિત્ય ઢિલ્લો સાથે લગ્ન કર્યા બાદ મયૂરીએ શો-બિઝનેસને અલવિદા કહી અમેરિકા વસવાટ શરૂ કર્યો. 2011માં તેમને પુત્રનો જન્મ થયો.
હવે આવે છે કહાનીમાં ટવિસ્ટ ! ત્યાંથી તેણે નવી શરૂઆત કરી – ન્યુયોર્કની સિટી યુનિવર્સિટી-બરુચ કોલેજના ઝિકલિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA પૂર્ણ કર્યું.
પછી તે ભારતમાં પરત આવી અને ગુરુગ્રામમાં વસવાટ શરૂ કર્યો. Publicis Groupe સાથે કોર્પોરેટ જગતમાં પ્રવેશ કર્યો.
2019માં તે Google Indiaમાં ઈન્ડસ્ટ્રી હેડ તરીકે જોડાયા. તાજેતરમાં તે ફરી Publicis Groupeમાં પરત આવી છે, આ વખતે ગ્લોબલ ડિલિવરી ડિવિઝનની CEO તરીકે.
હાલમાં તે પરિવાર સાથે ભારતમાં રહે છે અને લાઇમલાઇટથી દૂર, LinkedIn પર પોતાને “passionate marketer” કહે છે. તેને ડિજિટલ મીડિયા અને સતત શીખવાનું ખૂબ ગમે છે.
અભિનેત્રીથી લઈને સફળ CEO બનવાની મયૂરીની સફર ખરેખર પ્રેરણાદાયક છે — સપના બદલાયા તો પણ સફળતાની શોધ કદી છોડી નહીં. 🌟
કેટલાંકને આજે પણ તેની ફિલ્મો અને ખાસ કરીને ‘પાપા કહેતા હૈં’ના ગીતો યાદ આવે છે.❤️