શુક્રવાર, 13 જૂન, 2025

બેગમ અખ્તરે ચાલુ ટ્રેને કમ્પોઝ કરી એક ગઝલ....



મલ્લિકા-એ-ગઝલ તરીકે ઓળખાતાં બેગમ અખ્તરે લાઈવ પરફોર્મન્સમાં ગાયેલી પોતાની જીંદગીની અંતિમ ગઝલ પાછળની કહાણી ખૂબ રસપ્રદ છે.

એક વખત બેગમ અખ્તર મુંબઈથી લખનૌ જઈ રહ્યાં હતાં. એ જમાનામાં આ મુસાફરી ચોવીસ કલાકની થતી. ટ્રેન ઉપડવાને થોડી વાર હતી ત્યાં એક નવયુવાન એમની બારી પાસે આવ્યો અને એક ગડી વાળેલો કાગળ તેમેને આપ્યો. કહ્યુ કે, “ આ ગઝલ મેં ખાસ તમારા માટે લખી છે. તમે જો એને કંઠ આપો તો મારા શબ્દોમાં પ્રાણ પુરાઈ જશે.”
બેગમ અખ્તરે એ ગડીબંધ કાગળ સીધો પર્સમાં મૂકી દીધો. શાયર સાથે થોડી ઔપચારિક વાત કરી ત્યાં ટ્રેન ઉપડી. બીજા દિવસની સવાર સુધીમાં તો બેગમ એ કાગળની વાત ભૂલી ગયેલાં. ભોપાલ આવવાનો સમય થયો ત્યાં અચાનક એમને ગઈકાલ વાળો યુવાન શાયર યાદ આવ્યો . એમણે પર્સમાંથી પેલો કાગળ કાઢ્યો અને હાર્મોનિઅમ લઈ ચાલુ ટ્રેને એ ગઝલ કમ્પોઝ કરી.
ગઝલના છેલ્લ શે’રમાં રાબેતા મુજબ શાયરનું તખલ્લુસ હતું:
જબ હુઆ ઝિક્ર જમાનેમેં મુહબ્બતકા ‘શકીલ’
મુઝકો અપને દિલ-એ-નાકામ પે રોના આયા!
એ શાયર હતા – શકીલ બદાયુની !
૧૯૭૪માં અમદાવાદમાં એક કાર્યક્રમમાં બેગમ અખ્તરે આ ગઝલ પ્રસ્તુત કરી હતી, પણ જેમ આ ગઝલના છેલ્લા શે’રમાં કહ્યું છે –
યું તો હર શામ ઉમ્મિદોંમેં ગુઝર જાતી હૈ,
આજ કુછ બાત હૈ જો શામ પે રોના આયા !
એમ પરફોર્મન્સ પછી તરત બેગમ અખ્તર સ્ટેજ પર જ ઢળી પડ્યાં. એમને સત્વરે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં પણ ૩૦ઓક્ટોબર, ૧૯૭૪ ના એ દિવસે એમણે અંતિમ શ્વાસ લીધો અને આ ગઝલ એમનો આખરી સંદેશ બની ગઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો