ગુરુવાર, 30 જુલાઈ, 2026

ભારતનાં પ્રથમ મહિલા ઓલિમ્પિયન્સ

ઓલિમ્પિક રમતોત્સવોમાં ભારતીય મહિલાઓએ 1952ની હેલસિન્કી ઓલિમ્પિકથી પદાર્પણ કરી એક નવા ઈતિહાસનો પ્રારંભ કર્યો હતો. આ મહિલાઓએ માત્ર ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો એમ કહેવાને બદલે કહેવું જોઈએ કે તેમણે ભારતની નારીઓને સપના જોવા અને પૂરાં કરવાની કેડી કંડારી હતી.


નિલીમા ઘોષ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ હતાં, જેમણે ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. 15 જૂન, 1935ના રોજ જન્મેલી નિલીમા જ્યારે 1952 સમર ઓલિમ્પિક માટે પસંદ થઈ ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. તેણે 100 મીટર સ્પ્રિન્ટ અને 80 મીટર હર્ડલ્સ એમ બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો.



નિલીમા સાથે અન્ય દોડવીર મેરી ડિસોઝા સિક્વેરા જોડાયાં હતાં જેમણે મહિલાઓની 100 મીટર અને 200 મીટરમાં ભાગ લીધો હતો.

દોડવીરો ઉપરાંત અન્ય બે મહિલા સ્વીમર્સ ડોલી નઝીર અને આરતી સાહાએ પણ હેલસિંકી 1952માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

જો કે આ પહેલાં 1924 ઓલિમ્પિકમાં નોરા માર્ગારેટ પોલી દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી હતી જેમણે મહિલા સિંગલ્સ અને મિકસ ડબલ્સ ઇવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ જો કે, ત્યારે ભારત બ્રિટિશ રાજ હેઠળ હતું.
#olympics2024 #ઓલિમ્પિક #પેરિસ #ફ્રાન્સ #peris #Olympics #OlympicsonSports18 #Sports #ashishkharod #helsinki #olympicgames1952 #swimming #athletics #folowers #highlight @highlight #વાંચેલું #જાણવું_ગમશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો