ગુરુવાર, 30 જુલાઈ, 2026

કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ

 #કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ (કાઠિયાવાડી ઉચ્ચારણમાં જ , જેમકે, સિંચણિયું નહીં, સિસણ્યું)

.
.
આમાંના કેટલા જાણીતા શબ્દો છે એ કોમેન્ટમાં કહો અને આ યાદીમાં રહી જતા હોય તેવા ઉમેરો...
ડામશયો (ગાદલા ગોદડાં નો ઢગલો)
મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
શિપર (સપાટ પથ્થર )
પાણો (પથ્થર)
ઢીકો (ફેંટ મારવી)
ઝન્તર (વાજિંત્ર)
વાહર (પવન)
ભોઠું પડવું (શરમાવું)
હટાણું (ખરીદી કરવા જવું )
વતરણું (સ્લેટની પેન)
નિહાળીયા (વિદ્યાર્થી )
બોઘરૂં (દૂધ છાશનું વાસણ )
રાડા (ડુંડા કાપ્યા પછીનું થડ)
નિરણ (પાલતુ પશુને ખાવા માટે)
ખાણ (ઢોરને ખવડાવવાનું કપાસિયા ખોળ વગેરે)
ખોળ (તેલ કાઢ્યા પછી બિયાનો કુચો)
ખાહડા (પગરખાં)
બુસ્કોટ (શર્ટ)
પાટલુન (પેન્ટ)
ભીસ્કુટ (બિસ્કીટ)
ફારશયો (કોમેડિયન)
ફારસ (કોમિક)
વન્ડી (દીવાલ)
ઠામડાં (વાસણ)
લેવકળો (માગ માગ કરનાર)
ભેરુ (દોસ્ત)
ગાંગરવુ (બુમાબુમ કરવી)
કાંઠાળો (હાઈટ વાળો )
ડણક (સિંહની ત્રાડ)
બકાલુ (શાક ભાજી)
વણોતર (નોકર)
ગમાણ (પાલતુ ઢોરને ખાવાની જગ્યા)
રાંઢવુ (દોરડું)
દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા)
પાણીયારૂ (પાણીના માટલાની જગ્યા )
અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
દકતર (સ્કૂલ બેગ)
પેરણ (પહેરવેશ ખમીસ)
ગોખલો (દીવાલમાં કઈક મુકવાનો ખાડો)
બાક્સ (માચિસ)
નિહણી (નિસરણી)
ઢાંઢા (બળદ)
કોહ (સિચાઈ માટેનું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન)
વેંત (તેવડ, ત્રેવડ)
હડી કાઢ (દોડાદોડ)
કળી (ઝીણા ગાઠીયા)
મે પાણી (વરસાદ)
વટક વાળવું (બદલો લેવો)
વરહ (વર્ષ)
બે ખેતર વા (અંતરનું એક માપ)
વાડો (ઘર પાછળનો કાંટાની વાડવાળો ખુલ્લો ભાગ)
૧ ગાવ (અંતરનું એક માપ)
બાંડિયું (અડધી બાંયનું ખમીસ)
મોર થા (આગળ થા)
જિકવું (ફટકારવું)
માંડવી (શીંગ)
અડાળી (રકાબી)
સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)
દા આવવો (દાવ આપવો -લેવો )
વાંહે (પાછળ)
ઢીસ્કો (ઠીંગણા)
બૂતાન (બટન)
બટન (સ્વીચ)
રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)
શિરામણ (સવારનો નાસ્તો)
રોંઢો (સાંજનો નાસ્તો)
માંગણ (માંગવા વાળા)
વાળુ (રાત્રિનું ભોજન)
હાથ વાટકો (ગમે ત્યારે કામમાં આવે એવું)
માંચો (ખાટલો)
વળગણી (કપડાં સૂકવવાની દોરી)
પછીત (ઘરની પાછળના ભાગની દીવાલ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો