બુધવાર, 29 જુલાઈ, 2026

ગ્રીક પૌરાણિક કથાઓનું એક પાત્ર : પેગાસસ

 


ભારતીય (હિન્દુ) અને ગ્રીક પૌરાણિક કથાઓ વચ્ચે અદ્ભુત સામ્યતાઓ જોવા મળે છે. બંને સંસ્કૃતિઓ ભારતીય-યુરોપીય (Indo-European) મૂળમાંથી આવતી હોવાથી તેમના દેવો, કથાઓ અને પ્રતીકોમાં ઊંડું સામ્ય છે. આજે તેમાના એક વિશે વાત કરીએ. સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ અશ્વ ઉચ્ચૈઃશ્રવા ગ્રીક સાહિત્યના પેગાસસ સાથે ખૂબ મળતો આવે છે.

ફોન હેક કરીને ગુપ્ત માહિતી મેળવવા માટે ઇઝરાયેલી કંપની NSO Group દ્વારા બનાવાયેલા એક અત્યંત શક્તિશાળી સ્પાયવેર (Pegasus Spyware)નો ઉપયોગ થાય છે. આ સ્પાય વેરનું નામ એ ગ્રીક પૌરાણિક કથાઓનાં પ્રખ્યાત અને આકર્ષક કલ્પનાશીલ પાત્ર પેગાસસ પરથી પડ્યું છે. તે સફેદ રંગનો પાંખોવાળો ઘોડો (Winged Horse) છે. પૌરાણિક કથા મુજબ, જ્યારે શૂરવીર પર્સિયસે (Perseus) રાક્ષસી મેડુસા (Medusa) નું મસ્તક કાપ્યું, ત્યારે તેના લોહીમાંથી પેગાસસનો જન્મ થયો હતો. સમુદ્રના દેવ પોસાઇડનને પેગાસસના પિતા માનવામાં આવે છે.આ પેગાસસે ગ્રીક વીર બેલરોફોન (Bellerophon) ને 'કિમેરા' (Chimera - અગ્નિ ઓકતું રાક્ષસી પ્રાણી) નામના રાક્ષસનો વધ કરવામાં મદદ કરી હતી. પાછળથી પેગાસસ ઓલિમ્પસ પર્વત પર ઝિયસ પાસે ગયો અને તેમની વિજળી તથા કડકા લાવવાનું કામ કરવા લાગ્યો. ઝિયસે તેને આકાશમાં તારામંડળ (Constellation) તરીકે સ્થાન આપ્યું.
આજે 'પેગાસસ' શબ્દ પૌરાણિક કથાઓમાંથી નીકળીને આધુનિક સંદર્ભોમાં વિવિધ અર્થોમાં વપરાય છે. જેમાં પહેલા ઉલ્લેખ કરેલ સ્પાયવેર ઉપરાંત પેગાસસ એ સ્વતંત્રતા, ઝડપ, કલ્પના, ઊંચી ઉડાન અને પ્રેરણાનું પ્રતીક ગણાય છે. કવિઓ અને કલાકારો માટે તે "કાવ્યાત્મક પ્રેરણા" (Poetic Inspiration) દર્શાવે છે તો ઘણી એરલાઇન્સ, સ્પીડ-સંબંધિત કંપનીઓ, લોજિસ્ટિક્સ અને પબ્લિશિંગ હાઉસ પેગાસસના પાંખોવાળા ઘોડાને પોતાના લોગો તરીકે વાપરે છે (જેમ કે Nike Pegasus શૂઝ શ્રેણી).ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તરીય આકાશમાં આવેલા એક તારામંડળનું નામ 'પેગાસસ તારામંડળ' (Pegasus Constellation) રાખવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો