શનિવાર, 18 જુલાઈ, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પડછાયાની જેમ રહેતી મહિલા કોણ છે- જાણો છો?

 



દુનિયાના સૌથી કડક એસપીજીના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ આ મહિલા હમેશા મોદીજીની સાથે હોય છે જાણીને નવાઈ લાગશે પણ આ મહિલા વગર મોદી સાહેબ નથી ક્યાય વિદેશ પ્રવાસે જતાં કે નથી કોઈ વિદેશી મહેમાન ને મળતા.

એ કોઈ સુયરક્ષા અધિકારી કે ખાનગી જાસૂસ નથી એનું નામ છે ગુરદીપ કૌર ચાવલા અને એ પ્રધાન મંત્રીના સૌથી ભરોસાપાત્ર રાજનૈતિક દુભાશિયા છે. સીધી ભાષામાં કહીએ તો આંતરરાષ્ટ્રીય મંચ પર એ મોદીજીનો અવાજ છે.

મોદીજી જ્યારે પણ વિદેશ જાય ત્યારે એ વટ્ટથી હિન્દીમાં વાત કરે છે પણ સામે બેઠેલા વિદેશી મહાનુભાવને એ વાત એ જ અર્થ અને એ જ તેવરથી સમજાવવાની જવાબદારી ગુરદીપજીની હોય છે.

જાણીને નવાઈ લાગશે પણ ગુરદીપ માત્ર મોદીજ નહીં, દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓની પસંદ રહયાં છે. અમેરિકાના ત્રણ પ્રમુખો બરક ઓબામા, ડોનાલ્ડ ત્રાંપ અને જો બાઈડન ના પણ અધિકૃત અનુવાદક રહી ચૂક્યાં છે. પૂરવા વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજ તો વિદેશી મહેમાનો સાથે એમનો પરિચય કરાવતાં એમ કહેતાં કે, “ આ ગુરદીપ છે, એ મારો અવાજ છે.”

આવું સન્માન અમસ્તું નથી મળી જતું. અહીં નેતાના મોંમાંથી શબ્દ નીકળ્યો અને એજ ક્ષણે એ જ અર્થમાં વિદેશીઓને સમજે તેવી ભાષામાં ભાષાંતર કરવું એ ખાવાના ખેલ નથી. આમાં ભૂલને કોઈ અવકાશ નથી કારણકે, રાજનીતીમાં એક ખોટો શબ્દ બે દેશો વચ્ચે મોટો વિવાદ ઊભો કરી શકે છે.

જ્યારે બે દેશોના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે વૈશ્વિક ફલક પર કોઈ અત્યંત સંવેદનશીલ અને ગહન ચર્ચા ચાલતી હોય, ત્યારે બંને નેતાઓ વચ્ચેના વૈચારિક સેતુને અત્યંત સચોટતાથી સાંધનારું વ્યક્તિત્વ એટલે ગુરદીપ કૌર ચાવલા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન—આ તમામ વૈશ્વિક નેતાઓની રાજદ્વારી મુલાકાતોમાં તેઓ એક અનિવાર્ય કડી સાબિત થયા છે.

સેન્ટ સ્ટીફન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ગુરદીપ કૌરજીએ ૧૯૯૦ના દાયકામાં ભારતીય સંસદ (લોકસભા)થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. અંગ્રેજી, હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષા પર અસાધારણ પ્રભુત્વ ધરાવતા ગુરદીપજી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક અગ્રણી ડિપ્લોમેટિક ઈન્ટરપ્રિટર (દુભાષિયા) તરીકે ખ્યાતિ ધરાવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ખાતે પ્રધાનમંત્રી મોદીના ઐતિહાસિક હિન્દી પ્રવચનનું જીવંત અંગ્રેજી ભાષાંતર પણ તેમણે જ કર્યું હતું, જે આજે પણ યુએનના કાયમી દસ્તાવેજોનો એક હિસ્સો છે.

ભાષાની મર્યાદાઓને ઓળંગીને દેશની રાજદ્વારી ક્ષમતાને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનારી આ નારીશક્તિને સલામ! 

#

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો