આ તસવીર છે બિહારના સાસારામ જંકશનની.
IIT, IIM અને UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોનું આ મનપસંદ અભ્યાસકેન્દ્ર કે લાઈબ્રેરી છે. રોજ સવારે અને સાંજે બબ્બે કલાક આ રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 અને 2 અભ્યાસ વર્ગ અને લાઇબ્રેરીમાં બદલાઈ જાય છે. એનું કારણ એ છે કે બિહારનો રોહતસ જિલ્લો ડાબેરી વિગ્રહ પીડિત છે જયાં ગામડાઓમાં લાઈટ નથી જ્યારે સ્ટેશન પર 24X7 ઈલેક્ટ્રિસિટી છે.
રોહતસ જિલ્લાના વિદ્યાર્થીઓની કારકિર્દીનું અંતિમ ધ્યેય ઉચ્ચ સરકારી નોકરીનું છે. સને 2002માં વિદ્યાર્થીઓના એક નાના ગ્રુપએ અભ્યાસ માટે સાસારામ રેલવેસ્ટેશન પર આવવાનું શરૂ કર્યું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે. હવે તો 'સાસારામ રેલવે સ્ટેશન સ્ટડી ગ્રુપ' એક સંસ્થા જેવું બની ગયું છે. ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલા અને નહીં કરી શકેલા સિનિયર વિદ્યાર્થીઓ અહીં આવીને જુનિયર યુવાનોને તાલીમ આપે છે. સહકારી શિક્ષણનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
સાસારામ રેલવે સ્ટેશનએ પણ વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને 500 જેટલાં I.Card ઇસ્યુ કર્યાં છે જેથી તેઓ સરળતાથી આવ-જા કરી શકે અને પ્લેટફોર્મને ટેમ્પરરી ઓપન ક્લાસરુમ તરીકે વાપરી શકે. કેટલાક વિદ્યાર્થીઓ તો ઘરે જતા જ નથી. અહીંજ ભણે, રહે અને સૂવે પણ છે.
(હવે કોઈ બિહારીને ઉચ્ચ અધિકારી પદે આસીન થયેલા જુઓ તો એમની આ તનતોડ મહેનતને પણ યાદ કરજો)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો