બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ગતિ અને ગણેશ: બ્રિટિશ હાઇપરકારના સ્ટીયરિંગ પર વિઘ્નહર્તાનું દિવ્ય સાન્નિધ્ય

 




ફેરારીનો ઘોડો અને લેમ્બર્ગીનીનો આખલો તો બધાએ જોયો છે, પણ શું કદી કોઈ બ્રિટિશ સુપર કારના સ્ટીયરીંગ પર ગણપતિ બાપ્પાનો લોગો જોયો છે?

બ્રિટનની સુવિખ્યાત સુપરકાર નિર્માતા કંપની Lanzante જે દુનિયાની મોઘી અને સુપર કાર બનાવવા માટે જાણીતી છે, તેણે પોતાના સત્તાવાર બ્રાન્ડ પ્રતીક (Logo) તરીકે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પસંદગી કરીને વૈશ્વિક સ્તરે એક અનોખો ઇતિહાસ રચ્યો છે! અજોડ એન્જિનિયરિંગ કૌશલ્ય અને પરાકાષ્ઠા સમી હાઇ-પર્ફોર્મન્સ કાર્સનું નિર્માણ કરતી આ વૈભવી બ્રાન્ડનું નામ આજે ભારતીય સંસ્કૃતિના ગૌરવ સાથે વિશ્વભરમાં ગુંજી રહ્યું છે.

 

આ ઐતિહાસિક વિચાર પાછળ દાયકાઓ જૂની એક રોચક ગાથા છુપાયેલી છે. આ કંપનીના સ્થાપક પોલ લેન્ઝાંટેનો ભારત સાથે કોઈ સીધો પારિવારિક કે આધ્યાત્મિક સંબંધ નહોતો પરંતુ    જગવિખ્યાત 'બીટલ્સ' (The Beatles) બેન્ડના લિજેન્ડરી સંગીતકાર જ્યોર્જ હેરિસન ભારતીય દર્શન, અધ્યાત્મ અને સનાતન સંસ્કૃતિના ઊંડા અનુરાગી હતા. ૧૯૬૮ માં ઋષિકેશની યાત્રા દરમિયાન કોઈ એ તેમને ગણેશજીનો વિઘ્નહર્તા તરીકે પરિચય કરાવ્યો અને આ વાતથી પ્રભાવિત થયેલા હેરિસન જ Lanzante ના સ્થાપકને બુદ્ધિ, સિદ્ધિ અને વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીને પોતાના પ્રતીક તરીકે સ્થાપિત કરવાનું સૂચન કર્યું હતું. મોટર સ્પોર્ટ્સ અને કાર રેસિંગમાં આવતાં વિઘ્નો દૂર કરવાના આશય સાથે Lanzante એ તે ભવ્ય કલ્પનાને સાકાર રૂપ આપ્યું, જેણે સમસ્ત વિશ્વ અને વિશેષ કરીને ભારતનું હૃદય જીતી લીધું છે.

દુનિયાભરની સડકો પર દોડતી વૈભવી કાર પરની ગણેશ પ્રતિમા એ માત્ર ધાતુ પર કોતરાયેલું કોઈ પ્રતીક નથી, પરંતુ પૌરાણિક પરંપરા અને ૨૧મી સદીના આધુનિક વિજ્ઞાનનો મનોહર સેતુ છે. ગાડીના સ્ટીયરિંગ વ્હીલની મધ્યમાં બિરાજમાન ગણેશજી સકારાત્મક ઊર્જા, આશીર્વાદ અને ગતિશીલતાનો જીવંત સંદેશ આપે છે. શ્રીજીના દિવ્ય સાન્નિધ્ય સાથે દોડતી આશરે રૂ. ૧૫કરોડની આ અદ્યતન સુપરકાર હાલ સમગ્ર ઓટોમોબાઇલ જગતમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

આપણી સનાતન ધરોહરનો વૈશ્વિક મંચ પર આટલો ભવ્ય સ્વીકાર એ પ્રત્યેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે!

#Lanzante #LordGanesha #Supercars #HeritageMeetsInnovation #PrideOfIndia #Vighnaharta #CarLovers

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો