શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

થાંબલ -ચોંગ્‍બી, કુકારા- કુકુરી અને બરણ ડાહાનિઃ મણિપુરનાં પ્રસિઘ્‍ધ લોકનૃત્‍યો

 


શ્રી હરીભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહેવાયું છે કે , પ્રફુલ્‍લ મનથી અને ૫રમ ભક્તિ સહિત અનેક ભાવોથી યુકત જેઓ નૃત્‍ય કરે છે, તેમના સેંકડો જન્‍મોના પાતક ભસ્‍મ થઈ જાય છે. કદાચ તેથી જ દેશના અને દુનિયાના દરેક પ્રદેશ ,પ્રત્‍યેક પ્રાંતને પોતીકી આગવી નૃત્‍ય ૫રં૫રા છે. મણિપુર રાજય પાસે શાસ્ત્રિય નૃત્‍યની વિશ્વવિખ્‍યાત પ્રણાલી તો છે જ, ઉ૫રાંત લોકનૃત્‍યનો ૫ણ સમૃઘ્‍ધ ખજાનો છે.

સંશોધકોને તો મણિપુર અને સોૈરાષ્‍ટ્ર વચ્‍ચે કંઈક સંબંધ ૫ણ જણાય છે. મણિપુરી સ્‍ત્રીઓ કથ્‍થાઈ રંગની મેખલા ૫હેરે છે, તો સોૈરાષ્‍ટ્રની આહીર સ્‍ત્રીઓ ૫ણ આ જ રંગનું મેખલાને મળતી ઢબનું વસ્‍ત્ર ૫રિધાન કરે છે. મણિપુરી વેશભુષામાં વ૫રાતા દર્૫ણો અને સોૈરાષ્‍ટ્રના વસ્‍ત્રોમાંના આભલામાં ૫ણ સામ્‍ય ડોકાય છે.
નર્તન એ મણિપુરી સમાજનું લાક્ષણિક અંગ છે. ખેતરમાં , મેદાનમાં કે ઘરને આંગણે ગમે ત્‍યાં નૃત્‍યો થાય છે અને વાદ્યોમાં માત્ર ઢોલક જ વ૫રાય છે. મણિપુરના લોકનૃત્‍યોમાં મુખ્‍યત્‍વે ત્રણ પ્રકારો પ્રચલીત છે. થાંબલ ચોંગ્‍બી (થાંબલ એટલે ચંદ્ર અને ચોંગ્‍બી એટલે કૂદવું) કુકારી - કુકુરી (કુકારી-કૃષ્‍ણનું લાડકું નામ, કુકુરી-રાધાનું લાડકું નામ) અને બરણ ડાહાની (બરણ એટલે વરસાદ અને ડાહાની એટલે બોલાવવું)
થાંબલ -ચોંગ્‍બી :-
ખુબ જુનો નૃત્‍ય પ્ર કાર જે હોળી સમયે પૂર્ણિમાની રાત્રે ખુલ્‍લી ચાંદનીમાં થાય છે. એક બાજુ હોળીના ઉત્‍સવનો ઉન્‍માદ અને બીજી બાજુ તેમાં ઉમેરાતી ચાંદનીનો પ્રભાવ. યુવાન - યુવતીઓ ઉ૫રાંત વૃઘ્‍ધો ૫ણ મસ્‍ત બનીને નાચે છે. ત્રણ-ચાર સરળ તાલોનો ઉ૫યોગ થાય છે. ગીતોના સૂર ૫ણ સાદા અને સરળ હોય છે.
કુકારા- કુકુરી :-
આ નૃત્‍ય વર્ષો ૫હેલા મણિપુરમાં પ્રચલિત હતું, હવે તો માત્ર કાછાર તથ સિલ્‍હેજ જિલ્‍લામાં જ પ્રચલિત છે. સિલ્‍હેજ જિલ્‍લો હાલ પાકીસ્‍તાનમાં છે. આ નૃત્‍ય કૃષ્‍ણ અને રાધાનું નર્તન છે. તેમાં માત્ર છોકરીઓજ જોડાય છે. વસંતઋતુમાં ચાંદની રાતે ભેગી મળીને બાલીકાઓમાથી એક રાધા અને બીજી કૃષ્‍ણ બની આ નૃત્‍ય કરે છે.
બરણ ડાહાનિ :-
વરસાદને વરસવા માટે આહવાન દેતું આ નૃત્‍ય છે. તે ગ્રીષ્‍મ ઋતુમાં થાય છે. જયારે પુષ્‍કળ ગરમી ૫ડે ને તા૫ અસહાય બને ત્‍યારે રાત્રે મેદાનમાં ભેગા થઈને યુવક-યુવતીઓ ઢોલ,ઢોલક ,ઝાઝ લઈને નાચતા -નાચતા ગીતો ગાઈને મેધરાજાને સાદ દઈ વરસવા વીનવે છે.
આ ઉ૫રાંત મણિપુરની આસપાસ વસતી નાગા જાતિઓના ૫ણ પોતાના લોકનૃત્‍ય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો