શનિવાર, 17 ઑક્ટોબર, 2026

પાલી ભાષાનો શાસ્ત્રીય ભાષાઓમાં (classical languages) સમાવેશ



વર્ષ 2004માં કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા રચાયેલી ભાષા નિષ્ણાતોની સમિતિએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કરી અને તે પૈકીની યોગ્ય ભાષાઓને શાસ્ત્રીય ભાષા એટલે કે classical language તરીકે જાહેર કરવાનું શરૂ કર્યું છે.
શાસ્ત્રીય ભાષામાં સમાવેશ માટેના માપદંડોમાં એના પ્રારંભિક ગ્રંથોની પ્રાચીનતા, 1000 વર્ષમાં રેકોર્ડ કરાયેલ ઇતિહાસ અને સાહિત્યની મૌલિકતાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ માપદંડોને ધ્યાનમાં રાખીને પહેલાં વર્ષે તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા જાહેર કરવામાં આવી. પછીના વર્ષે સંસ્કૃત પછી ક્રમશઃ 2008માં તેલુગુ અને કન્નડ, 2013 માં મલયાલમ 2014માં ઓડિયા અને 2024 માં મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી એમ પાંચ ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરવામાં આવી છે. એ પૈકી આજે પાલી શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થવા બદલ એક કાર્યક્રમમાં અભિવાદન થશે.
પાલી સામાન્ય રીતે બૌદ્ધ સિદ્ધાંતની ભાષા છે. આમ તો પ્રાકૃતનો જ એક પ્રકાર હોવા છતાં પાલી સામાન્ય રીતે ત્રણ શ્રેણીઓ અથવા પિટકા (ટોપલી)માં આવે છે, ત્રણેયને સાથે ટીપીટકા (ત્રણ ટોપલીઓ) તરીકે ઓળખવામાં આવે છે. એ પૈકી વિનય પિટકા બૌદ્ધ સંઘના નિયમો, સુત્ત પિટકા બુદ્ધના પોતાનાં પ્રવચન અને ઉપદેશો તેમજ કેટલીક ધાર્મિક કવિતાઓનો સમાવેશ કરતી સૌથી મોટી ટોપલી અને અભિધમ્મ પિટક બૌદ્ધ ફિલસૂફીની વિસ્તૃત સમજણનો સમાવેશ કરે છે.
ભારતમાં બૌદ્ધ ધર્મના પતન પછી પાલી શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ અને કંબોડિયામાં સાંપ્રદાયિક ભાષા તરીકે ટકી રહી હતી.
•
આજે અભિધમ્મ દિવસ છે, એટલે કે ભગવાન બુદ્ધના સ્વર્ગથી પૃથ્વી પર પુનરાગમનનો દિવસ છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે અભિધમ્મ દિવસની ઉજવણીની સાથે સાથે પાલી ભાષાની શાસ્ત્રીય ભાષામાં સમાવેશ થવાની ઉજવણી પણ થશે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે, જેમણે કહ્યું હતું કે "પાલી અને પ્રાકૃત ભારતીય સંસ્કૃતિનું મૂળ છે, આ ભાષાઓ આધ્યાત્મિકતા, જ્ઞાન અને ફિલસુફીની ભાષાઓ છે."
#જાણવું_ગમશે #ashishkharod #વાંચેલું #classicallanguage #pali #narendramodi #PMOIndia #PMNarendraModiji #palilanguage @highlight
See less

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો