ધૂળિયા ચીલા, સાંજનો ઢળતો તડકો અને પૈડાંનો પરિચિત ‘ચૂં-ચૂં’ અવાજ… જો તમે ગામડાની માટીની મહેકથી જોડાયેલા હશો, તો આ ચિત્ર તમારી સ્મૃતિમાં જરૂર અંકિત હશે.
આજે આખું વિશ્વ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર અને ટેસ્લાના ઑટોપાઇલટ પાછળ અબજો રૂપિયા ખર્ચી રહ્યું છે, પણ આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં નિર્વિઘ્ને ચાલતું એક અદભુત ‘સ્વયંસંચાલિત વાહન’ તૈયાર કરી લીધું હતું—જે Artificial Intelligence નહીં, પણ શુદ્ધ Animal Intelligence પર દોડતું આવ્યું છે !
સીમમાંથી આખો દિવસ પરસેવો પાડીને વળતો ખેડૂત ગાડામાં માથે ફાળિયું ઢાંકીને ઘસઘસાટ ઊંઘતો હોય, છતાં રાશ પકડવાની જરૂર નથી પડતી.
ન ઉપગ્રહની જરૂર, ન GPS ની કે ન સિગ્નલની ચિંતા. રસ્તાના દરેક વળાંક, ખાડા-ટેકરા અને ઘરના નેળિયા સુધીની દિશા એ બળદોની આંખો અને સ્મૃતિમાં કંડારાયેલી હોય છે. ગમાણની સુગંધ જ એમનું સચોટ લોકેશન છે.
બેટરી ચાર્જ કરવાની કોઈ ઝંઝટ નહીં અને પ્રદૂષણનું નામોનિશાન નહીં. સૂકું ખડ, ખોળ અને મીઠા પાણીના સથવારે ચાલતી પ્રકૃતિ સાથેની એક અતૂટ યાત્રા.
કોઈ સેન્સર ફેઇલ થવાનો ભય નહીં. જ્યાં લાગણી અને વફાદારીનું ગણિત જોડાયેલું હોય, ત્યાં મંજિલ હંમેશા સલામત હોય છે.
ટેક્નોલૉજી ગમે તેટલી આગળ વધે, પણ માનવ અને પશુ વચ્ચેના આ મૂક વિશ્વાસ અને સહજીવનની બરાબરી કોઈ અલ્ગોરિધમ ક્યારેય નહીં કરી શકે.
તમારા બાળપણની કે ગામડાની આવી કોઈ ગાડા-યાત્રાની સ્મૃતિ છે ખરી?
Cortesy : #WhatsApp
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો