શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

અંગ્રેજોનો એક એવો નિયમ જેનું પાલન આજેપણ ભારતીય રેલવે કરે છે... !!



અંગ્રેજો તો વર્ષો પહેલાં ભારત છોડીને જતા રહ્યા, પણ ભારતીય રેલવેમાં તેમના સમયના કેટલાક નિયમો ટેકનોલોજીમાં ધરખમ સુધારાઓ થયા હોવા છતાં આજે પણ અમલમાં છે ! આવોજ એક રેલવે બોગીઓને સાંકળથી બાંધવાનો નિયમ અંગ્રેજોએ લગભગ એક સદી પહેલાં બનાવ્યો હતો, જેનું પાલન આજે પણ રેલવે કરી રહ્યું છે.
સમગ્ર દેશની તો જાણકારી નથી પણ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના સરાયભૂપત સ્ટેશન પર રોકાતી ટ્રેનોને સાંકળો બાંધીને રાખવામાં આવે છે. અંગ્રેજોના સમયથી આ પરંપરા ચાલી આવે છે. ખાસ વાત એ છે કે આ માટે એક કર્મચારીને નિયમિત રીતે ફરજ સોંપવામાં આવે છે.
હકીકતમાં, અંગ્રેજોના શાસન દરમિયાન એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ સ્ટેશન પર એક દિવસ પણ ટ્રેન ઉભી રહે , તો તેના એક પૈડાને સાંકળ બાંધીને તેને લોક કરી દેવી જોઈએ. સમયની સાથે અન્ય સ્ટેશનો પર આ નિયમ બદલાયો હશે, પરંતુ આજે પણ ઈટાવાના સરાઈ ભૂપત સ્ટેશન પર આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવે છે.
અહીં થોભતી પેસેન્જર ટ્રેન હોય કે 120 બોગીવાળી લગભગ અડધો કિલોમીટર લાંબી ગુડ્ઝ ટ્રેન હોય. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ અથવા સ્ટેશન માસ્ટરની દેખરેખ હેઠળ, પોર્ટર એક પૈડાને સાંકળ વડે પાટા સાથે બાંધીને લોક કરે છે. એટલું જ નહીં, તે વ્હીલની બંને બાજુ લાકડાના બે બ્લોક પણ મૂકવામાં આવે છે. સ્ટેશન માસ્તરના રૂમમાં રાખેલા સ્ટેબલ રજિસ્ટરમાં આ કામનું યોગ્ય રીતે દસ્તાવેજીકરણ અને નોંધ કરવામાં આવે છે. જ્યારે ટ્રેન ઉપડવાની હોય છે, ત્યારે ટ્રેનને અનલોક કરવામાં આવે છે અને તેને લોકો પાઇલટ અને ગાર્ડને સોંપવામાં આવે છે. પ્રસ્થાન સમયે, નિયમો અનુસાર તમામ દસ્તાવેજો પૂર્ણ કર્યા પછી, લોક ખોલવામાં આવે છે અને ટ્રેનને રવાના કરવામાં આવે છે.
બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેનોમાં માત્ર પાંચથી છ ડબ્બા હતા. આવી સ્થિતિમાં, તોફાન અથવા ભૂકંપની સ્થિતિમાં તે પાટા ઉપરથી નીચે ઉતરી જવાનો ભય હતો, જેના કારણે ટ્રેનના એક પૈડાને બાંધવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. સમય જતાં અન્ય સ્ટેશનો પર આ નિયમની અવગણના થવા લાગી. પરંતુ સરાય ભૂપત સ્ટેશન પર હજુ પણ આ નિયમનું પાલન કરવામાં આવે છે.
જ્યારે અન્ય એક માહિતી અનુસાર અંગ્રેજોના સમયથી ચાલી રહેલાં નિયમ અનુસાર સમગ્ર દેશમાં કોઈપણ રેલવે સ્ટેશન હોય, જ્યારે કોઈ ટ્રેન ડ્રાઈવર અને હેલ્પર તેમની ફરજ પૂરી કરે છે, ત્યારે તેઓ ટ્રેનને લૂપ લાઈન પર ઊભી કરીને છોડી દે છે. તે પછી, ટ્રેનના એન્જિનની બાજુવાળી અને ટ્રેનની સૌથી છેલ્લી બોગીના પૈડામાં તાળા સાથે સાંકળ બાંધવામાં આવે છે અને બંને પૈડામાં આગળ ન વધે તે માટે લાકડાના ટુકડા પણ મૂકવામાં આવે છે. રેલ્વે કર્મચારીઓના કહેવા મુજબ આ કામ સુરક્ષાના દૃષ્ટિકોણથી કરવામાં આવે છે અને આ નિયમ અત્યારથી નહીં પરંતુ શરૂઆતથી જ અમલમાં છે. આ માટે યોગ્ય અભ્યાસ પણ કરવામાં આવે છે.
બ્રિટિશ સરકારે તે સમયના સંજોગો અનુસાર ટ્રેનને સાંકળથી બાંધવાનો આ નિયમ બનાવ્યો હશે પરંતુ આજના સમયમાં જ્યારે ભારતીય રેલવે ટેક્નોલોજી, સુરક્ષા અને વિવિધ સુવિધાઓથી પોતાને વધુને વધુ સજ્જ કરી રહી છે ત્યારે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનોને આ રીતે લોક કરીને સાંકળથી બાંધવાની આ સિસ્ટમ આજના સમયમાં બિલકુલ અપ્રસ્તુત છે.
(કોઈ જાણકાર વ્યક્તિ પાસે ટ્રેનની બોગીને સાંકળથી બાંધવાનો આ નિયમ સમગ્ર દેશમાં લાગુ છે કે ફક્ત યુપીના સરાઈ ભૂપત સ્ટેશન પૂરતો જ હાલ સીમિત રહી ગયો છે તે વિશે માહિતી હોય તો કૉમેન્ટમાં જણાવવા વિનંતી છે)
courtesy : Reetesh Marfatia ની વોલ પરથી
#જાણવું_ગમશે #વાંચેલું #રેલવે #ashishkharod #આગેસેચલીઆતીહૈ #follower #followers @highlight Indian Railway Indian Railways (Unofficial) Western Railway Northern Railway North Western Railway Eastern Railway Headquarter Ashwini Vaishnaw

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો