2022માં બ્રાઝિલના એમેઝોનના જંગલોમાં રહેતા એક અજાણ્યા મૂળનિવાસી વ્યક્તિનું મૃત્યુ થયું. મોટાભાગના સમાચાર માધ્યમોએ એની નોંધ લીધી. દુનિયામાં રોજ સેંકડો માણસો મરે છે તો આ માણસનું મૃત્યુ કેમ ખાસ ધ્યાનાકર્ષક હતું?
કારણકે આ માણસ તેની આદિજાતિનો છેલ્લો માણસ હતો.
1960ના દશકમાં જન્મેલો આ રહસ્યમય માણસ, જે સંપર્ક વિનાની આદિજાતિનો હતો, તેણે હમણાં જ અંતિમ શ્વાસ લીધા.
દુનિયાને ખબર નથી કે તેનું નામ શું હતું? તે કઈ ભાષા બોલતો હતો? કે એની જીવનશૈલી કેવી હતી?
માત્ર એની ગુફામાં વસવાટ કરવાની શૈલી પરથી તેને The man of the hole તરીકે ઓળખવામાં આવતો હતો.
આ વિસ્તારના કાર્યકરોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો કારણ કે એની સાથે જ તે વંશીય ભાષા અને સંસ્કૃતિનો પણ અંત આવ્યો છે.
આ અજાણ્યા વ્યક્તિએ એની સાથે સંપર્ક સ્થાપિત કરવાના તમામ પ્રયાસોને ફગાવી દીધા. તેણે કોઈના પર વિશ્વાસ ન કર્યો અને આટલા વર્ષો સુધી એકલા રહેવાનું પસંદ કર્યું. તેમની નો-કોન્ટેક્ટ પોલિસીએ તેમને રહસ્યમય બનાવ્યા. જો કે એની પાછળનું કારણ એ હતું કે એમની આખીયે પ્રજાતિ જમીન માફિયાઓ અને પશુપાલકોના અત્યાચાર અને આક્રમણમાં નાશ પામ્યા પછી બહારના લોકો સાથેના સંપર્કને નકારી કાઢવો એ જ તેના બચવાનો શ્રેષ્ઠ માર્ગ હતો.
જુદા જુદા માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા સમાચારોમાં સૌથી રસ પડે એવી બાબત એ છે કે, લગભગ 60 વર્ષની વયના આ માણસનો મૃતદેહ એક ઝૂલામાંથી મળ્યો ત્યારે એના શરીર પર પીછાંનો શણગાર અને પરમ શાંતિના ભાવો હતા.
આખી જિંદગી એકાંતવાસમાં ગાળીને (કદાચ એટલે જ) શાંતિપૂર્વક કુદરતી મૃત્યુને સ્વીકારનાર એની પ્રજાતિના આ અંતિમ માણસને શ્રદ્ધાંજલિ.
#brazil #જાણવું_ગમશે #વાંચેલું
#indegenouspeople
#ashishkharod @highlight Everyone
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો