રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ત્રણ દેશો, એક જ લંચ!

 

સ્લોવાકિયા , ઑસ્ટ્રિયા  અને હંગેરી  – આ ત્રણેય દેશોની સરહદ જ્યાં મળે છે ત્યાં આવેલું છે એક અનોખું ત્રિકોણાકાર પિકનિક ટેબલ. અહીં બેસીને તમે એકસાથે ત્રણ દેશોમાં લંચ કરી શકો છો. 

 કલ્પના કરો – પિઝાનો ટુકડો ઑસ્ટ્રિયામાં, કોલ્ડ ડ્રિંક સ્લોવાકિયામાં અને ડેઝર્ટ હંગેરીમાં, એ પણ એક જ ટેબલ પર બેઠાં બેઠાં !

 આ સ્થાનને “ટ્રાઇબોર્ડર” કહે છે. જે બ્રાટિસ્લાવા (સ્લોવાકિયા) શહેરથી લગભગ 15 કિમી દૂર છે. ડેન્યુબ નદીની પાસે હરિયાળું પરિસર, જ્યાં સાયકલિંગ અને પિકનિકનો આનંદ લઈ શકાય છે.

પ્રવાસીઓને માટે ખાસ આકર્ષણ એ છે કે, અહીં ત્રણ દેશોના સરહદ પોઈન્ટ પર ફોટો લેવા અનોખો મોકો મળે છે , ટેબલ પર બેસીને literally એકસાથે ત્રણ દેશોમાં ભોજન થાય છે અને પ્રકૃતિપ્રેમીઓ માટે નદીકાંઠે ફરવાનો મોકો મળે છે .

 

આ વિશિષ્ટ સ્થાન એવો અનોખો અનુભવ કરાવે છે – જ્યાં સરહદો વિભાજન નહીં પણ મિત્રતાનું પ્રતિક બને છે. ❤️

  મિત્રો સાથે સેલ્ફી લઈને proudly કહો:

“આજે અમે ત્રણ દેશોમાં સાથે જમ્યા!” ✨

 

#TravelGoals #UniqueExperience #ThreeCountriesOneLunch #SlovakiaAustriaHungary #જાણવું_ગમશે #વાંચેલું #ashishkharod

 

Courtesy: @Evolved Chimp through Bhushan Jhala

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો