બુધવાર, 2 સપ્ટેમ્બર, 2026

રાજસ્થાનના કિરાડુ મંદિર સંકુલમાંની કેટલીક વિશિષ્ટ ગણેશ પ્રતિમાઓ

 



રાજસ્થાનના કિરાડુ મંદિર સંકુલમાં કેટલીક વિશિષ્ટ ગણેશ પ્રતિમાઓ છે. એ પૈકીની પંચગણેશની મૂર્તિમાં મધ્યમાં ચતુર્ભુજ ગણેશ અને અન્ય ચાર દ્વિભુજ ગણેશ છે. ત્રણ મૂર્તિમાં સૂંઢ ડાબી તરફ અને બે માં જમણી તરફ છે.

બીજી એક મૂર્તિમાં માતા ગૌરીના હાથે મોદક ખાતા ગણેશજી છે.

કિરાડુ મંદિરો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત ખંડેર થયેલા મંદિરોનો સમૂહ છે. જે બાડમેરથી લગભગ 35 કિમી અને જેસલમેરથી 157 કિમી દૂર થાર રણમાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો