બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

ઓફિસ બોયથી બેન્ક મેનેજર સુધીની પ્રેરક સફર


એક યુવાન છોકરો, નામ એનું પ્રથમેશ અને એનો સાથીદાર જિતુ ! આ બંને છોકરાઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ઓફીસબોય તરીકે કામ કરે. મહિને પાંચ હજાર રુપિયા એનો પગાર .
નાની વયે પરિસ્થિતિઓને કારણે તેમને શાળા છોડવી પડી અને કામે લાગી જવું પડ્યું. પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજુર હતું. કેપ્ટન રઘુ રામન અને વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ તેમને એક એવી તક મળી, જે પ્રેરણાની એક ગાથા બની ગઈ. .
વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટએ એક વિશિષ્ટ પ્રયોગ કર્યો. આ બંને ઓફીસ બોય્ઝને ઉઠાવ્યા, એમને પોતાની કોલેજમાં એડમીશન આપ્યું. કોલેજના ૧૪ વિદ્યાર્થીઓને આ બંનેના મેન્ટર્સ બનાવ્યા , એમણે આ બન્ને યુવકોને જે માર્ગદર્શનની જરૂર પડે તે આપવાનું.
પ્રથમેશ અને જીતુને કહી દીધું, તમને તમારાં નબળાં બેકગ્રાઉન્ડનો કોઈ વિશેષાધિકાર નહીં મળે, મેરીટમાં અનામતનો કોઈ લાભ નહીં મળે કે નહીં કોઈ ગ્રેસીંગ માર્કસ!
પરિણામ આશ્ચર્યજનક હતું. આ બંને વિદ્યાર્થીઓએ MBA પાસ તો કર્યું પણ ૧૬ લોકોના મેરીટલીસ્ટમાં એમનો ક્રમ ૧૧મો અને ૧૩મો રહ્યો- એટલે કે એમના મેન્ટર્સ કરતાં પણ આગળ.
કેમ્પસ પ્લેસમેંટમાં બંનેને ICICI બેંકમાં વાર્ષિક રૂ.૬ લાખના પગારની નોકરી મળી ગઈ. ચાની ટ્રે પકડનાર હાથ હવે મેનેજરની ખુરશી પરથી લાખો રૂપિયાનો વહીવટ કરી રહ્યા હતા…
વિચારો, કે જ્યારે આ બંને માસિક પાંચ હજાર કમાતા હતા ત્યારે કોઈને એમનામાં રસ નહોતો. ન તો બેંકને, ન હાઉસિંગ લોન વાળાને કે ન તો વાહનો વેચનારાને, પણ જેવા એ નોકરીએ લાગ્યા કે તરત એ બંને બેંક,હાઉસિંગ લોન , ઓટોમોટિવ અને ખુદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે પણ સન્માનનીય ગ્રાહક બની ગયા.
એક સમયે આનંદ મહિન્દ્રાને ચા પીરસનારો છોકરો માર્ગદર્શન, તક અને અવિરત મહેનતથી આનંદ મહિન્દ્રા સાથે બેસીને ચા પીવાની સ્થિતિમાં આવી ગયો. ચાની ટ્રેની એક બાજુથી બીજી બાજુ સુધીની આ સફર બહુ કઠોર પરિશ્રમ માગી લે છે.
(નોંધ: ફોટો ફેસબુક પ્રોફાઇલમાંથી શોધીને મૂકેલો છે, ભૂલચૂક લેવીદેવી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો