ઉત્તરાખંડના દુર્ગમ પહાડી વિસ્તારોમાં- જ્યાં પૂરતા રસ્તાઓ પણ નથી ત્યાંના બાળકો આજકાલ બહુ જ ખુશ છે, કારણ કે એમને વાંચવા માટે હરતી ફરતી લાઇબ્રેરી થકી પુસ્તકો મળી રહ્યાં છે.
કુમાઉના પહાડી વિસ્તારના બાળકોને આ લાઇબ્રેરી અને એના ચાર પગ વાળા લાઇબ્રેરીયન બંને બહુ ગમી ગયાં છે. નૈનીતાલના શુભમ નામના લાયબ્રેરીયને શરૂ કરેલી આ વિશિષ્ટ લાયબ્રેરી એટલે - 'ઘોડા લાઇબ્રેરી' ! ઘોડા પર પુસ્તકો લાદીને દુર્ગમ વિસ્તારોના બાળકો સુધી પહોંચાડવાની તેની આ પ્રવૃત્તિને હવે બીજા લોકો પણ સમર્થન આપવા માંડ્યા છે અને હરતી ફરતી લાઇબ્રેરી માટે સ્થાનિક લોકો પોતાના ઘોડાની સેવા પણ હવે તો ઓફર કરે છે.
સ્વયંસેવકો આ 'ઘોડા લાઇબ્રેરી' સાથે જઈને પહાડી બાળકોને પુસ્તકો આપે છે એટલું જ નહીં વાંચન શિબિર જેવા કાર્યક્રમો પણ ગોઠવે છે. આવું કંઈક અલગ જ વિચારનાર શુભમને અભિનંદન !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો