જાપાનના એક ખેડૂતે તેના ઘરની આસપાસ હજારો ફુલો વાળા સુગંધીત બગીચાઓ બનાવ્યા જેથી તેની પત્નીના જીવનમાંથી ઉદાસીનતા દૂર થઈ શકે..!!
તોશિયુકી અને યાસુકો કુરોકીના લગ્ન 30 વર્ષ પહેલાં થયાં હતાં. 60 જેટલી ગાયો વાળા તેમના ડેરી ફાર્મ પર
તેઓનું જીવન આનંદથી પસાર થઈ રહ્યું હતું પરંતુ તેમના જીવનમાં અચાનક મુશ્કેલી શરુ
થઈ.
યાસુકોની દ્રષ્ટિ ડાયાબિટીસને કારણે ચાલી ગઈ અને તે અંધ થઈ ગઈ . તેણે જીવનમાંથી રસ ગુમાવી દીધો. તેણે લોકો સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું અને પોતાની જાતને ઘરની અંદર એકલતાના કોચલામાં પૂરી દીધી. પતિ તેની પત્નીના જીવનમાં આવેલી આ મુશ્કેલીથી વ્યથિત હતો.
એક દિવસ, તોશિયુકીએ ખેતરમાં ઉગેલા શિબાઝાકુરા, એક તેજસ્વી, ફુચિયા રંગનું ફૂલ જોયું. તે જાણતો હતો કે તેની પત્ની તે ફુલ જોઈ શકવાની નથી ને તેનો આનંદ પણ માણી શકવાની નથી પરંતુ તેણે જોયું કે ફુલ ખૂબ જ સુગંધીદાર છે. તેના મનમાં એક વિચાર ખીલ્યો.
તોશિયુકીએ ઘરની નજીક ખેતરમાં ફૂલો વાવવાનું શરૂ કર્યું અને બે વર્ષમાં તો તેણે પોતાની ડેરીને ફૂલોના વિશાળ બગીચામાં બદલી નાખી. ચેરી બ્લોસમ સીઝન દરમિયાન ગુલાબી ચાદર ઓઢેલાં એ મેદાનોની મુલાકાત લેવા આજુબાજુના વિસ્તારમાંથી પ્રવાસીઓ આવવા લાગ્યા. તેમના બગીચાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા !
તોશિયુકીની પત્ની યાસુકો ફરી ખીલવા લાગી. ફુલોની સુગંધે તેને ઘરની બહાર નીકળવા લલચાવી. તેણે બગીચાઓની મુલાકાતે આવતા માણસો સાથે વાતચીત કરવાનું પણ શરૂ કર્યું. થોડા સમયમાં તો તેના જીવનની એકલતા અને ઉદાસીનતા સાવ દૂર થઈ ગયાં.
આજે વર્ષો બાદ પણ તેમના બગીચાઓમાં ફુલો
ખીલે છે. દૂધાળાં પશુઓ હવે નથી રહ્યાં.
આપસી પ્રેમ અને સંભાળ જીવનને કેવું
સમૃદ્ધ બનાવી શકે છે.!!
🍁
શ્રી Harish Modha ની વોલ પરથી સાભાર...
#japan #જાપાન #જાણવું_ગમશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો