ઈશ્વરની રચનાત્મકતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે હવામાં રંગોળી પૂરતું આવું એક ચમત્કારિક પંખી અવતરે છે.
નાનકડી કાયામાં અસીમ અજાયબીઓ સમાવીને ઊડતું હમિંગબર્ડ કુદરતનું એવું સર્જન છે જે વિજ્ઞાનના નિયમોને પણ થંભાવી દે છે!
પક્ષીજગતમાં આ એકમાત્ર એવો જાદુગર છે જે હવામાં સ્થિર રહી શકે છે, આગળ-પાછળ, ઊંધું કે આજુબાજુ કોઈપણ દિશામાં અસ્ખલિત ઊડી શકે છે. તેની પાંખો તેની પાંખો આઠડા ('8') ના આકારમાં ગોળ ઘૂમીને તેને ગતિ આપે છે.
દરેક સેકન્ડે ૫૦ થી ૮૦ વાર પાંખોનો ફફડાટ અને ઉડાન દરમિયાન મિનિટે હ્રદયના ૧,૨૦૦ થી વધુ ધબકારા ! તેની આ ઝડપ કોઈ રોમાંચક સંગીતના લય જેવી ભાસે છે.
આટલી ઊર્જા જાળવી રાખવા માટે પૃથ્વી પરનું સૌથી ઝડપી મેટાબોલિઝમ ધરાવતું આ પંખી પોતાની ઊર્જા અકબંધ રાખવા પોતાના વજન કરતાં અડધા વજન જેટલો મધુરસ (Nectar) અને નાના કીટકો આરોગી જાય છે.
તેની લાંબી અને ખાંચવાળી જીભનો આગળનો ભાગ સૂક્ષ્મ ટ્યુબ જેવો હોય છે, જે ફૂલોમાંથી સેકન્ડમાં લગભગ 20 વખત ઝડપથી રસ ખેંચી શકે છે.
ઠંડી રાતોમાં જીવન ટકાવી રાખવા અને ભૂખમરાથી બચવા માટે માટે તે 'ટોર્પોર' નામની યોગનિદ્રા જેવી સ્થિતિમાં સરી પડે છે; જ્યાં તેનો મેટાબોલિક રેટ ૯૫% સુધી ઘટી જાય છે અને શરીર શીતળ બની ઊર્જાનું રક્ષણ કરે છે.
આ કુળનું 'બી હમિંગબર્ડ' (Bee Hummingbird) સમગ્ર વિશ્વનું સૌથી નાનું પક્ષી છે—માત્ર ૫ થી ૬ સેમીની લંબાઈ અને ૨ ગ્રામથી પણ ઓછું વજન!
કુદરત ક્યારેય પોતાની કલાત્મકતા પ્રગટ કરવામાં કંજૂસી કરતી નથી, અને આ નાનકડું હમિંગબર્ડ એનો જીવંત પુરાવો છે.
#હમિંગબર્ડ #naturelovers #hummingbird #wildlifephotography #gujaratiliterature #amazingnature #વાંચેલું#જાણવું_ગમશે
See less
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો