બાંગ્લાદેશમાં આવેલું સુંદરવન મેન્ગ્રોવ જંગલ યુનેસ્કો દ્વારા સંરક્ષિત વિશ્વનું સૌથી મોટું ચેરનું જંગલ છે. તે 140,000 હેક્ટર (539 ચોરસ માઇલ) આવરી લે છે અને બંગાળની ખાડી પર ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓના મુખ ત્રિકોણ પર આવેલું છે. આ જંગલ ત્રણ વન્યજીવ અભયારણ્યો, જળમાર્ગો અને સંખ્યબંધ નાના ટાપુઓનું નેટવર્ક ધરાવે છે.
આ ગીચ જંગલમાં પક્ષીઓની 360 થી વધુ પ્રજાતિઓ, બેંગોલ ટાઈગર, મગર, અજગર અને ડોલ્ફિનનો વસવાટ છે. આ ઉપરાંત તે અનેકવિધ પ્રકારની લુપ્ત થતી પ્રજાતિઓનું ઘર છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની તેની અપાર જૈવવિવિધતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એની પ્રતિષ્ઠા છે.
મુશ્કેલ રસ્તાઓ અને મર્યાદિત નિવાસ વ્યવસ્થાને કારણે તે હજુ પ્રવાસીઓ માટે થોડું અઘરૂં ડેસ્ટીનેશન છે.
•
બાંગ્લાદેશની આવી જ એક બીજી વિશેષતા એ છે કે, તેની પાસે વિશ્વનો ત્રીજો સૌથી લાંબો બીચ છે. કોક્સ બજાર બીચ 75-માઇલ લાંબો અવિરત રેતાળ બીચ છે. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કેપ્ટન હીરામ કોક્સ કે જેમણે 1869માં આ રેતાળ વિસ્તાર શોધી કાઢેલો , તેમના નામથી આ બીચ ઓળખાય છે. આ બીચ કરતાં માત્ર બ્રાઝિલનો પ્રેયા ડુ કેસિનો અને ઓસ્ટ્રેલિયાનો નાઈન્ટી માઈલ બીચ વધુ લાંબા છે. અલબત્ત આ એક મુસ્લિમ દેશ છે, તેથી પુરુષો અને સ્ત્રીઓ માટે સામાન્ય પોશાક – સ્વિમિંગ વખતે પણ – આવશ્યક છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો