સમયના વહેણમાં વિસરાઈ ગયેલી આ એક એવી રોમાંચક સફરની વાત છે, જ્યારે રસ્તાઓ સીમાઓથી પર હતા. ૧૫ એપ્રિલ ૧૯૫૭ના રોજ વિશ્વના સૌથી લાંબા માર્ગ પર એક ઐતિહાસિક બસ સેવાનો પ્રારંભ થયો હતો, જે છેક ૧૯૭૩ સુધી અવિરત ધબકતી રહી.
શરૂઆતના દિવસોમાં આ અલ્લડ મુસાફરીનું ભાડું માત્ર ૮૫ પાઉન્ડ (તે સમયના આશરે ₹૭,૮૮૯) હતું, જે સેવાના આખરી પડાવ સુધી પહોંચતાં વધીને ૧૪૫ પાઉન્ડ (આશરે ₹૧૩,૧૪૪) થયું હતું.
આશરે ૨૦,૩૦૦ માઇલનું વિશાળ અંતર કાપતી આ બસ ત્રણ મહિનાના સમયગાળામાં ૧૧ દેશોની સંસ્કૃતિને સ્પર્શતી લંડન પહોંચતી હતી:
- ભારત: કલકત્તાથી પ્રસ્થાન કરી બનારસ, અલ્હાબાદ, આગ્રા અને દિલ્હી
- પાકિસ્તાન અને અફઘાનિસ્તાન: લાહોર, રાવલપિંડી, કાબુલ અને કંદહાર
- મધ્ય પૂર્વ અને યુરોપ: તેહરાન (ઈરાન), ઇસ્તંબુલ (તુર્કી), બલ્ગેરિયા, યુગોસ્લાવિયા, વિયેના (ઑસ્ટ્રિયા), પશ્ચિમ જર્મની અને બેલ્જિયમ
મુસાફરોને ઘર જેવો આરામ મળે તે માટે આ બસમાં વાંચન માટે પુસ્તકો, મનોરંજન માટે રેડિયો, ઋતુ અનુસાર પંખા તેમજ હીટર અને ઉત્તમ ખાનપાન જેવી તમામ સુવિધાઓ સુલભ હતી.
ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત આ સફર ખરેખર અવિસ્મરણીય અને આશ્ચર્ય પમાડે તેવી છે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો