તાજેતરમાં જ ગયેલી જુલાઈ 31 ભારતીય ફૂટબોલના સુવર્ણ દિવસ તરીકે ઈતિહાસમાં અંકિત છે. 1948 માં આ દિવસે ભારતે તેની પ્રથમ સત્તાવાર આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ ટુર્નામેન્ટ પણ નાની નહોતી બલ્કે ઓલિમ્પિક હતી. આ દિવસે 17,000 પ્રેક્ષકોની વિશાળ ભીડની સામે ભારતીય ટીમ પૂર્વ લંડનના ક્રિકલફિલ્ડ સ્ટેડિયમ મેદાનમાં ફ્રાન્સ સામે રમી હતી.
તે દિવસોમાં ભારતીય ટીમ ખુલ્લા પગે ફૂટબોલ રમતી હતી અને લંડનમાં રમાતી ઓલિમ્પિકની આ મેચમાં મોટાભાગના ભારતીય ખેલાડીઓ પગરખા વગર મેદાનમાં ઉતર્યા હતા. અલબત્ત ભારતને ફ્રાન્સ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમે છેલ્લી ઘડી સુધી લડત ચાલુ રાખી હતી. જૂતાનો અભાવ ભારતીય ખેલાડીઓ માટે અવરોધક બન્યો નહોતો, કારણ કે ટીમે તે દિવસે ઉત્તમ ગેમનું પ્રદર્શન કર્યું હતું.
મેચ પછી કેપ્ટન એઓએ કહ્યું હતું, "જુઓ, અમે ભારતમાં ફૂટબોલ રમીએ છીએ, જ્યારે તમે બુટબોલ રમો છો!"
(સૌજન્ય : ઈન્ટરનેટ)
#History #sports #Inspiring #football #footballgame #TheBetterIndia #જાણવું_ગમશે #વાંચેલું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો