સોમવાર, 31 ઑગસ્ટ, 2026

છત્તીસગઢના એકદંત

 


ગણેશચતુર્થી નિમિત્તે શિખર પર બિરાજીત એક ગણેશજી વિશે જાણવું ગમશે.

ગજાનન ગણપતિને અનેક નામે ઓળખવામાં આવે છે.એમાંનું એક નામ એટલે એકદંત...

एकदंताय विद्महे वक्रतुण्डाय धीमहि
तन्नो दन्ती: प्रचोदयात ...
આ શ્લોકથી એમની આરાધના પણ થાય છે.
આજે એક એવી ગણપતિ પ્રતિમાની વાત કરીએ કે જે એકદંત નામ માટે કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા વિસ્તારમાં 3000 હજાર ફૂટ ઊંચી પહાડીઓ પર આવેલી 6 ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી આ ઢોલકલ ગણેશ પ્રતિમા નાગવંશીય રાજવીઓએ સ્થાપિત કરેલી છે.

આ ગણેશ પ્રતિમાના ઉપરના જમણા હાથમાં પરશુ(ફરસો) ઉપરના ડાબા હાથમાં એક તૂટેલો દાંત નીચેના ડાબા હાથમાં અભયમુદ્રામાં અક્ષમાળા અને ચોથા હાથમાં મોદક ધારણ કરેલ છે.
આ વિસ્તારમાં એવી કથા પ્રચલિત છે કે, ભગવાન ગણેશ અને પરશુરામજીનું યુદ્ધ આ શિખર પર થયું હતું અને આ યુદ્ધમાં જ ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો ત્યારથી તેઓ એકદંત કહેવાયા. પરશુરામજીના પરશુ(ફરસા)થી આ દાંત તૂટ્યો હોવાથી આ પહાડીની નીચેના ગામનું નામ ફરસપાલ રખાયું છે. પુરાતત્વવિદોના મત મુજબ લલિતાસનમાં બિરાજમાન આ ગણેશપ્રતિમા 11 મી સદીની છે.
દર્શન માટે :
#ashishkharod #જાણવું_ગમશે @highlight #follower

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો