એક યુવાનનું મેન્ડોલિન સાંભળીને લતા મંગેશકર રોકાઈ ગયાં …
અને ત્યાંથી શરૂ થઈ લક્ષ્મીકાંત-પ્યારેલાલની અમર સફર
જવાબ મળ્યો – ખૂબ પ્રતિભાશાળી છે, પણ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને કામ મેળવવા મહેનત કરે છે.
લતાજીએ એ જમાનાના દિગ્ગજ સંગીતકારો શંકર-જયકિશન, એસ.ડી. બર્મન અને જયદેવને આ છોકરાની ભલામણ કરી. એટલું જ નહીં, એમણે એને પોતાના નાના ભાઈ હૃદયનાથ મંગેશકર સાથે ટીમ બનાવીને કામ કરવાની સલાહ પણ આપી. જો કે ભાવિના ગર્ભમાં કઈક જુદું જ છુપાયેલું હતું.@k
આ યુવકનો એક મિત્ર, જે સંગીતમાં રસ ધરાવતો હતો, વિદેશ જઈ પશ્ચિમી સંગીત શીખવા ઈચ્છતો હતો અને જો એવું ન બને તો આર.ડી. બર્મન સાથે સંગીતની ટીમ બનાવવાનું તેણે વિચાર્યું હતું.
પરંતુ ભાગ્યે કંઈક બીજું જ લખ્યું હતું –
હા, આ સફર કદી સહેલી નહોતી. બંનેએ અનેક સંગીતકારોના સહાયક તરીકે કામ કર્યું, સ્વતંત્ર વાદ્યકાર તરીકે પણ અનેક રત્નો સર્જ્યાં.
એક પ્રસંગ તો ખુબ જ જાણીતો છે —
વાદ્યકાર તરીકે પ્યારેલાલને મદન મોહનજીએ એક ગીત માટે બોલાવ્યા. પણ વ્યસ્તતાને કારણે પ્યારેલાલ થોડા મોડા પહોચ્યા. શિસ્ત માટે જાણીતા મદન મોહને બધાની સામે તેમને ખૂબ ખખડાવી નાખ્યા. અપમાનથી દુ:ખી પ્યારેલાલ સ્ટૂડિયો છોડી ગયા અને બે દિવસ સુધી દેખાયા નહીં.@k
છેલ્લે મદનમોહનજીને સમજાયું કે પ્યારેલાલનું રિપ્લેસમેન્ટ કોઈ રીતે શક્ય નથી, એટલે પોતે ફોન કરીને માફી માંગી.
એ ગીત હતું ફિલ્મ ‘હકીકત’ નું —
આ ગીતમાં વાયોલિન સાંભળો તો લાગશે જાણે દરેક સૂરમાં પ્યારેલાલે પોતાનો જીવ રેડી દીધો હોય… 
(ગીતની લિંક: https://youtu.be/0wjT3wsygLM?si=AMTOL0L7TkNor-0B )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો