અમારા મિત્રપત્ની બિન્દુબેન Mitesh Shastri
ના સંગ્રહમાંથી મળેલા આ સિક્કાઓએ વિચારતો કરી મૂકયો.
બે પૈકીના એક સિક્કાના આગળના ભાગમાં અનેક આયુધોથી સજ્જ દેવી દુર્ગા સિંહ પર સવાર છે અને પાછળના ભાગ પર લખેલું છે: EAST INDIA COMPANY, UK,ONE ANNA,1818.
બીજા સિક્કામાં રામ -લક્ષ્મણને ખભે બેસાડેલા હનુમાનજી છે દેવનાગરીમાં શ્રી હનુમાનજી લખેલું અને પાછળની બાજુ EAST INDIA COMPANY, UK, HALF ANNA, 1839 લખ્યું છે .
આ જોઈને આશ્ચર્યચકિત થઈ જવાયું કે, ફિરંગીઓના સિક્કા પર આ ચિત્રો કેવી રીતે હોય ? થોડી ખણખોદ કરતાં જે વિગતો મળી તે એવી નીકળી કે -
આ મૂળ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો સિક્કો નથી. કારણકે ,
• ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સત્તાવાર સિક્કાઓ (ખાસ કરીને 1818ના) પર ભારતીય દેવતાઓ દેખાતા ન હતા.
• મૂળ 1818ના EIC ના એક આનાના સિક્કાઓમાં સામાન્ય રીતે કિંગ જ્યોર્જ ત્રીજાનું ચિત્ર કે ફારસી/દેવનાગરી શિલાલેખ હોય—હિંદુ ધાર્મિક ચિત્ર નહીં.
• તે સમયગાળા દરમિયાન આ રીતે UK લખાતું નહોતું.
એવું પણ જાણવા મળ્યું કે ,
• આવા સિક્કાઓ ધાર્મિક, આધ્યાત્મિક કે શો-પીસ તરીકે ખાસ કરીને વારાણસી, કોલકાતા અથવા દક્ષિણ ભારતમાં બનાવવામાં આવતા.
• કેટલાક સિક્કાઓ 20મી સદીમાં બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને 1818 જેવી જૂની તારીખ આપીને પ્રાચીન કે આધ્યાત્મિક દેખાવ આપવામાં આવ્યો હતો.
શક્ય છે કે તેનો ઉપયોગ ધાર્મિક ચઢાવા તરીકે, મંદિરોમાં, સ્મૃતિચિહ્ન તરીકે અથવા પૌરાણિક આકર્ષણ ધરાવતા સંગ્રહની વસ્તુ તરીકે વેચાણ માટે થતો હોય.
આમ આ સિક્કાઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સત્તાવાર કે ચલણમાં રહેલા સિક્કા નથી, પરંતુ સંગ્રહ માટે તે સાંસ્કૃતિક રીતે રસપ્રદ છે.
કોઈ સંગ્રાહકને રસ પડે તો કહેજો..
અને હા, આમાં કાંઈ વિગતદોષ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો